નવી દિલ્હી: દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં તમામ 250 સીટ પરથી વલણ સ્પષ્ટ થઈ ગયા છે. જેમાં આમ આદમી પાર્ટી 128 સીટ પર લીડ સાથે આગળ છે. જ્યારે ભાજપ 116 સીટ પર અને કોંગ્રેસ 5 સીટ પર આગળ છે. શરુઆતના વલણમાં ભાજપ કરતા આમ આદમી પાર્ટીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીને 128 સીટો મળી રહી છે. જ્યારે ભાજપને 116 અને કોંગ્રેસને 5 સીટો મળી રહી છે.
કેજરીવાલના ઘરે જશ્નની તૈયારી, ફુલ મગાવ્યા
દિલ્હી એમસીડી ચૂંટણીમાં વોટિંગની ગણતરી ચાલુ છે. આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓના ચહેર પર ખુશીની લહેર ચાલી રહી છે. હકીકતમાં શરુઆતી વલણમાં પાર્ટી આગળ ચાલી રહી છે. આ તમામની વચ્ચે અરવિંદ કેજરીવાલના ઘર પર જશ્નની તૈયારી ચાલી રહી છે. ફુલ પણ મગાવી લીધા છે.
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર
દિલ્હી એમસીડી ચૂંટણીમાં 8 કલાકથી મતગણતરી શરુ થઈ ઘઈ છે. એક કલાક બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મોટી ટક્કર જોવા મળી છે. કોંગ્રેસ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે. એ જ કારણ છે કે, હજૂ સુધી કોંગ્રેસ ઓફિસે તાળું ખોલ્યું નથી.
AAP- 125
BJP- 118
Cong- 06
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર