MCD Elections Result 2022: દિલ્હી મનપામાં હારીને પણ 'બાજીગર' બની શકે છે કોંગ્રેસ
delhi mcd election 2022 result
કહેવાય છે કે, અબુલ ફઝલ એન્ક્લેવ અને જાકિર નગરથી કોંગ્રેસ જીતી ગઈ છે. ચૌહાણ બાંગરથી કોંગ્રેસની શગુફ્તા જીતી ગઈ છે અને અબુલ ફઝલ એન્ક્લેવ અરીબા જીતી ગઈ છે.
નવી દિલ્હી: દિલ્હી નગર નિગમની 250 સીટ પર ચૂંટણીના રુઝાન આવવાની સાથે પરિણામ પણ સ્પષ્ટ થવા લાગ્યા છે. આ રુઝાનમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો દેખાતો નથી. ત્યારે આ દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસ ફક્ત પાંચથી સાત વોર્ડમાં સમેટાઈ જશે. જો કે, આ તમામની વચ્ચે કોંગ્રેસ માટે સારા સમાચાર આવી શકે છે. કેમ કે જો એવું થશે તો, કોંગ્રેસ કિંગ મેકર બની શકે છે. જો કે, ભાજપ અને આપ પાર્ટી વચ્ચે મામલો ફસાઈ જશે તો, સરકાર બનાવવામાં કોંગ્રેસ પાર્ટી બાજીગર સાબિત થશે.
આ તમામની વચ્ચે કોંગ્રેસના અબુલ ફઝલ એન્ક્લેવ, ઝાકિર નગર, મુસ્તફાબાદ અને બ્રજપુરી વોર્ડ સહિત લગભગ 7 વોર્ડમાંથી આગળ ચાલી રહ્યા છે. માનવામા આવી રહ્યું છે કે, તેઓ જો આ સીટ પર જીત મેળવે છે અને ચૂંટણી પરિણામોમાં ફાઈનલમાં 10 આંકડાને ટચ કરી જશે તો, એમસીડી ચૂંટણી બનાવામાં કોંગ્રેસ કિંગ મેકર બની શકે છે. કહેવાય છે કે, અબુલ ફઝલ એન્ક્લેવ અને જાકિર નગરથી કોંગ્રેસ જીતી ગઈ છે. ચૌહાણ બાંગરથી કોંગ્રેસની શગુફ્તા જીતી ગઈ છે અને અબુલ ફઝલ એન્ક્લેવ અરીબા જીતી ગઈ છે.
આ તમામની વચ્ચે ભાજપ અને આમ આદમી પાર્ટી બહુમતના આંકડાથી પાછળ ચાલી રહી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસ જો 5થી 10 સીટની વચ્ચે લાવી શકશે તો , 2013ની વિધાનસભા ચૂંટણીની માફક ફરીથી કિંગમેકર બની શકશે. દિલ્હીની સત્તામાં પહેલી વાર બેઠેલી આમ આદમી પાર્ટીને 2013માં 70 વિધાનસભા સીટોમાંથી 28 સીટ પર જીત મેળવી હતી.
તો વળી કોંગ્રેસ તે સમયે ફક્ત 8 સીટ પર જીત લાવી હતી. જ્યારે ભાજપ 34 સીટ પર જીત મેળવી હતી. બહુમતથી 2 સીટ પાછળ રહેલી ભાજપ તે સમયે સરકાર બનાવી શકી નહોતી અને કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સમર્થન આપીને અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં સરકાર બનાવી લીધી હતી. તે સમયે પણ હારીને કોંગ્રેસ કિંગમેકર બની ગઈ હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર