નવી દિલ્હી: દિલ્હી નગર નિગમ (MCD)ના 250 વોર્ડમા આજે મતદાન છે. જેમાં 1.45 કરોડથી વધારે મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 1349 ઉમેદવાર મેદાનમાં છે. મતદાન સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી થશે અને મતગણતરી 7 ડિસેમ્બરે થશે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી તથ કોંગ્રેસની વચ્ચે ત્રિકોણીય જંગ થવાનો છે. રાજ્ય ચૂંટણી પંચના આંકડા અનુસાર, દિલ્હીમાં મતદારોની કુલ સંખ્યા 1,45,05,358 જેમાંથી 78,93,418 પુરુષ, 66,10,879 મહિલાઓ અને 1,061 ટ્રાંસજેન્ડર છે. પરિસીમન બાદ આ વર્ષની શરુઆતમાં ઉત્તરી, દક્ષિણી અને પૂર્વી દિલ્હી નગર નિગમોનું એકીકરણ કરવાથી દિલ્હી નગર નિગમ બની હતી. ત્યાર બાદ આ પ્રથમ ચૂંટણી છે.
એમસીડીની સ્થાપના 1958માં થઈ હતી, વર્ષ 2012માં તત્કાલિન મુખ્યમંત્રી શિલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન ત્રણ ભાગમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વી દિલ્હી નગર નિગમોમાં વહેંચી નાખી હતી. જો કે, તે વર્ષે 22 મેના રોજ એકીકૃત એમસીડી ફરીથી અસ્તિત્વમાં આવી ગઈ હતી. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ તરફથી શેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 493 સ્થઆન પર 3360 બૂથને સંવેદન શિલ ઘોષિત કર્યા છે. એમસીડી ચૂંટણી શાંતિથી સંપન્ન કરાવવા માટે લગભગ 40,000 પોલીસકર્મી, 20,000 હોમગાર્ડ અને અર્ધસૈનિક તથા રાજ્ય સશસ્ત્ર પોલીસ ફોર્સની 108 કંપનીઓ તૈનાત કરી છે. તો વળી 68 મતદાન કેન્દ્રોને મોડલ કેન્દ્ર બનાવ્યા છે. જ્યારે 68 કેન્દ્ર પિંક મતદાન કેન્દ્ર બનાવ્યા છે.
દિલ્હીના 1.45 કરોડથી વધારે મતદારો કુલ 1349 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 3360 સંવેદનશીલ મતદાન બૂથનો વીડિયો રેકોર્ડિંગ થશે. દિલ્હી રાજ્ય ચૂંટણી પંચ અનુસાર પોલિંગ સ્ટેશનની અંદર મતદાતા 5.30 વાગ્યા સુધી પ્રવેશ કરી શકશે. ત્યાર બાદ કોઈ પણ મતદાતાને અંદર જવા દેવામાં આવશે નહીં. પણ લાઈનમાં લાગેલા તમામ મતદારોને વોટ આપવ્યા બાદ જ પોલિંગ બંધ થશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર