Home /News /national-international /પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, બે લોકોના મોત, ઘટનાસ્થળે અફરાતરફી મચી

પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, બે લોકોના મોત, ઘટનાસ્થળે અફરાતરફી મચી

પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ

Fire in delhi: નરેલામાં મંગળવારે સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ફેક્ટરીના પહેલા અને બીજા માળે લાગી હતી.

વધુ જુઓ ...
    દિલ્હીના નરેલામાં મંગળવારે સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ફેક્ટરીના પહેલા અને બીજા માળે લાગી હતી.

    હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. પરંતુ આગ એટલી ભીષણ હતી કે કેટલાક લોકો દાઝી ગયા હતા. જ્યારે ફેક્ટરીની અંદર કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. સાથે જ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે.

    આ પણ વાંચોઃATMમાંથી લાખોની ઉઠાંતરી: ચોરી કરવા ચોરોએ અપનાવ્યો નવો જુગાડ, CCTV જોઈ પોલીસ પણ માથું ખંજવાળા લાગી





    દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જ સમયે, પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આસપાસ એકઠા થયેલા લોકોને સ્થળ પરથી દૂર જવા કહ્યું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

    નરેલામાં લગભગ 8 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે. ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે ફેક્ટરીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    જોકે, નરેલામાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. મે મહિનામાં નરેલામાં જ એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે હાઇડ્રા ક્રેનને સ્થળ પર મોકલવી પડી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Delhi News, Fire in Factory, Rescue

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन