25 હજારનો દંડ થતાં યુવકે બાઇકને આગને હવાલે કરી દીધી!

News18 Gujarati
Updated: September 6, 2019, 11:00 AM IST
25 હજારનો દંડ થતાં યુવકે બાઇકને આગને હવાલે કરી દીધી!
(પ્રતીકાત્મક તસવીર)

દારૂના નશામાં વાહન ચલાવવાના ગુનામાં ટ્રાફિક પોલીસે યુવકને 25 હજારનો દંડ ફટકાર્યો હતો

  • Share this:
દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) લાગુ થયા બાદથી ટ્રાફિક નિયમ (Traffic Rules) તોડનારા પર ભારે ભરખમ દંડ (Penalty) ફટકારવામાં આવી રહ્યો છે. અનેક વાહનોનો દંડ તેની કિંમતથી પણ વધુ કરવામાં આવી રહ્યો છે. પોલીસની કડકાઈથી લોકોમાં ઘણો ડર ઊભો થયો છે. દંડથી બચવા માટે લોકો પોતાના ટૂ-વ્હીલરથી ઉતરીને ધકેલીને લઈ જતાં જોવા મળી રહ્યા છે તો ઘણા લોકો પોલીસને આજીજી કરતાં જોવા મળી રહ્યા છે. આ બધાંની વચ્ચે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટનામાં જ્યારે ટ્રાફિક પોલીસકર્મી નશામાં ડ્રાઇવ કરનારાઓને પકડવા માટે વાહનોને રોકીને ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે એક બાઇક સવાર દારૂના નશામાં વાહન ચલાવી રહ્યો હતો. નશો કરીને વાહન ચલાવવાના ગુનામાં પકડાતા ટ્રાફિક પોલીસે તેને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. દંડની રકમ જાણીને રાકેશ નામનો બાઇક સવાર એટલો ગુસ્સે ભરાઈ ગયો કે તેણે પોતાની બાઇકની ટાંકીમાંથી પેટ્રોલ કાઢ્યું અને બાઇક પર છાંટી તેને આગને હવાલે કરી દીધી.

આ પણ વાંચો, જનતાએ પોલીસને કરાવ્યું ટ્રાફિક નિયમનું ભાન, તો ભાગ્યો પોલીસ જવાનબાઇક સવાર યુવકની આ હરકતને જોઈ બધાં જ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. સ્થાનિક પોલીસની સાથોસાથ ફાયર બ્રિગેડને પણ આ વાતની જાણ કરવામાં આવી, પરંતુ બાઇકમાં લાગેલી આગ પર જ્યાં સુધી કાબૂ મેળવાતો બાઇક બળીને ખાક થઈ ચૂકી હતી.

પોલીસે રાકેશની વિરુદ્ધ આઈપીસી 453 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ મુજબ, રાકેશે વાહન ચેકિંગ દરમિયાન દારૂ પીધેલો હતો. રાકેશનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેની વિરુદ્ધ મામલો નોંધી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો, રાજકોટ : વેપારી પર ખંજવાળનો પાવડર નાંખીને રૂ.11.99 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ
First published: September 6, 2019, 8:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading