Home /News /national-international /Video: એક વ્યક્તિએ BS-3 ટોયોટા કોરોલાને ચલાવવા રોડ પર કાઢી, થયો 20 હજારનો દંડ, જાણો કારણ

Video: એક વ્યક્તિએ BS-3 ટોયોટા કોરોલાને ચલાવવા રોડ પર કાઢી, થયો 20 હજારનો દંડ, જાણો કારણ

BS-3 પેટ્રોલ વાહન ચલાવવા બદલ 20000નો દંડ

Social Viral Video: દિલ્હી સરકારે આ મહિનાની શરૂઆતમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ કાર પર પ્રતિબંધ લાદ્યો હતો, જે 12 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે BS-III- સ્પેક ટોયોટા કોરોલા અલ્ટીસ ચલાવવા બદલ દિલ્હીના એક વ્યક્તિને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર travelyaari_by_ms નામથી શેર કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    Social Viral Video: દિલ્હી સરકારે આ મહિનાની શરૂઆતમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ કાર પર પ્રતિબંધ મૂક્યો હતો. જે 12 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. નેશનલ કેપિટલ રિજનમાં વાયુ પ્રદૂષણમાં થયેલા વધારાને રોકવા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જ્યારે GRAP-3 તબક્કો લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં હજારો મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે BS-III- સ્પેક ટોયોટા કોરોલા અલ્ટીસ ચલાવવા બદલ દિલ્હીના એક વ્યક્તિને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દિલ્હીના આ વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. Instagram હેન્ડલ travelyaari_by_ms પર અપલોડ કરવામાં આવેલ વીડિયોમાં જોઈ શકાય છે, વ્યક્તિએ તેની Toyota Corolla Altis માટે ઇન્વોઇસ બિલ શેર કર્યું છે. થોડા દિવસો પહેલા અપલોડ કરવામાં આવેલ વીડિયો રીલને હવે 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો કોમેન્ટ્સ મળી છે.

    આ બધો પૈસા કમાવવાનો વ્યવસાય છે: યુઝર


    કેટલાક Instagram વપરાશકર્તાઓએ ટિપ્પણી કરી છે કે, ‘સરકાર સંપૂર્ણપણે કાયદેસર કારનો ઉપયોગ કરતા મુસાફરો પર આટલો ભારે દંડ લાદીને યોગ્ય કાર્ય કરી રહી નથી. કેટલાક લોકોએ એવો પણ સવાલ કર્યો છે કે દિલ્હી સરકાર લોકો પર આટલો ભારે દંડ શા માટે લાદી રહી છે કારણ કે, તેને ખરીદીની તારીખથી 15 વર્ષ અને ડીઝલ કારના કિસ્સામાં 10 વર્ષ સુધી દિલ્હી એનસીઆરમાં કોઈપણ પેટ્રોલ વાહન ચલાવવાની છૂટ છે.’ ત્યા અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ટિપ્પણી કરી છે, ‘ભારતમાં આ બધો પૈસા કમાવવાનો વ્યવસાય છે. યુ.એસ.માં ઓહાયોના મારા કેટલાક મિત્રો તેમની પાસે વિન્ટેજ કાર છે અને તેઓ તેને કાયદેસર રીતે ચલાવે છે. ત્યાં કોઈ સમસ્યા નથી, પરંતુ અહીં સમસ્યા સમસ્યા છે.’

    આ પણ વાંચો: 30 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, કરશો આ ઉપાય તો બદલાઈ જશે નસીબ!

    વાયુ પ્રદૂષણના કારણે પ્રતિબંધ લગાયો


    આ પહેલીવાર નથી કે, જ્યારે દિલ્હીમાં પેટ્રોલના BS-3 અને ડીઝલના BS-4 વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ 2022ની દિવાળીમાં જ્યારે દિલ્હીનું વાયુ પ્રદૂષણ વધ્યું ત્યારે આ વાહનો પર વાન લગાવવામાં આવી હતી. જો કે, આ તમામ હંગામી વાનથી વાયુ પ્રદૂષણમાં સુધારો થયો નથી, પરંતુ તે લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે જેમની પાસે પરિવહન માટે તેમના વાહનોનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

    આ પણ વાંચો: અમદાવાદમાં સમી સાંજે ભરચક વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગનો બનાવ બન્યો

    AQIમાં ઘણો સુધારો જોવા મળ્યો


    201 અને 300 ની વચ્ચેનો AQI ‘ખરાબ’, 301 અને 400 ‘ખૂબ ખરાબ’ અને 401 અને 500 ‘ગંભીર’ ગણવામાં આવે છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં દિલ્હીનો 24 કલાકનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં રહ્યો હતો. જોકે, તાજેતરના સમયમાં AQIમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Delhi government, Viral news, Viral videos

    विज्ञापन
    विज्ञापन