શ્વાનથી ભૂંડો માણસ! નરાધમે અબોલ જીવ સાથે કર્યું ગંદુ કામ, VIDEO વાયરલ થઈ ગયો
dog
DELHI DOG ABUSED: દિલ્હીના હરિનગર વિસ્તારમાં એક શખ્સે અબોલ જીવ પર બળાત્કાર કરીને શરમજનક કૃત્ય કર્યું છે. તેણે રખડતા કૂતરા પર બળાત્કાર ગુજાર્યો છે અને તેનો વીડિયો સામે આવ્યો હતો.
કેટલાક લોકો પોતાની હવસ પૂર્ણ કરવા વિકૃતિની તમામ હદ વટાવી દે છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો છે. દિલ્હીના હરિનગર વિસ્તારમાં એક શખ્સે અબોલ જીવ પર બળાત્કાર કરીને શરમજનક કૃત્ય કર્યું છે. તેણે રખડતા કૂતરા પર બળાત્કાર ગુજાર્યો છે અને તેનો વીડિયો સામે આવ્યા બાદ એનિમલ એક્ટિવિસ્ટ અને જીવદયા પ્રેમીઓ ગુસ્સામાં છે. આ ફૂટેજ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લોકોએ પ્રાણીઓ પર ક્રૂરતાના કૃત્યની નિંદા કરી હતી.
આ ઘટનાની વધુ વિગતો મુજબ, એક એનિમલ ફીડરે ઘટનાને જોઈ હતી અને તેને કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ તેણે કેસ દાખલ કરવા અને ગુનાની જાણ કરવા માટે પોલીસનો સંપર્ક પણ કર્યો હતો. જો કે, વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટથી ફલિત થાય છે કે, પોલીસ અધિકારીઓએ કૂતરા પર બળાત્કારની નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. SHOએ તેને ફરિયાદ ન કરવા કહ્યું અને તે વ્યક્તિને 2-3 દિવસ પછી ફરીથી આવવા દો પછી તેઓ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું
એનિમલ એક્ટિવિસ્ટ્સે ટ્વિટર પર વ્યક્ત કરી ચિંતા
ઇન્ટરનેટ પર અનેક લોકોએ આ કૃત્ય અને તેના પર પોલીસની બેદરકારીની નિંદા કરી હતી. આ વીડિયોને એન્ટી ક્રુઅલ્ટી ઓફિસર તરુણ અગ્રવાલે ઓનલાઈન ટ્વીટ કર્યા બાદ ઘણા એનિમલ એક્ટિવિસ્ટે ન્યાય માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના સભ્ય પંખુરી પાઠકે પણ આ અંગે અવાજ ઉઠાવ્યો હતો અને કેસ દાખલ ન કરવા બદલ અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
દિલ્હી પોલીસ અને કેટલાક અન્ય અધિકારીઓને ટેગ કરીને તેમણે ટ્વિટ કર્યું હતું કે, "ચાલો સ્પષ્ટતા કરીએ. FRI દાખલ ન કરીને અને આ રાક્ષસની ધરપકડ ન કરીને, @DelhiPolice બળાત્કારીને બચાવી રહી છે અને છૂટ આપી રહી છે. હરિનગર SHOને કાર્યવાહી કરતા શું રોકી રહ્યું છે? (sic) શું આ કોઈ ગુનો નથી?"
એનિમલ ક્રાઈમ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના મંજુનાથ કામથે લખ્યું કે, હરિનગર PSએ તેમના અધિકારક્ષેત્રમાં કૂતરા પર બળાત્કારના વીડિયો પુરાવા હોવા છતાં એફઆઈઆર નોંધવાનો ઇનકાર કર્યો હતો. શું વહીવટીતંત્ર ગુનાને રોકવા માટે આવું કરી રહ્યું છે? વધુમાં, તેમણે આ ઘટના 24 ફેબ્રુઆરીએ બની હોવાનું પણ ધ્યાન દોર્યું હતું.
અંતે દિલ્હી પોલીસને પગલાં લેવા પડ્યા
વીડિયો અને સંબંધિત સ્ક્રીનશોટને સ્વીકારતા દિલ્હી પોલીસે ટ્વીટ કર્યું હતું કે, આ મામલાની નોંધ લેવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર