નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલા કોરોના વાયરસના (Coronavirus) કહેર વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કોરોનાના વધી રહેલા ગ્રાફને (coronavirus cases)જોતા ડીડીએમએ એટલે ડિસ્ટ્રીક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (DDMA)સાર્વજનિક સ્થળો પર માસ્કને ફરી એક વખત ફરજિયાત (face masks mandatory)કરી દીધું છે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં જ ડીડીએમએએ સાર્વજનિક સ્થળો પર માસ્કની અનિવાર્યતા ખતમ કરી હતી.
દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસો જોતા બુધવારે DDMA એ કોરોનાને વધતો અટકાવવા માટે એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્કને ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ આદેશ પછી હવે માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે.
આ પહેલા કેજરીવાલ સરકાર એ ઇશારો કરી ચૂકી છે કે સરકાર જલ્દી કોરોનાના કેસમાં નજીવો વધારો જોતા સ્કૂલો માટે દિશાનિર્દેશ જાહેર કરશે. દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કેટલાક સ્કૂલી બાળકો કોરોનાથી સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા હતા. આવામાં અટકળો લગાવવામાં આવી હતી કે સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવશે. જોકે ડીડીએમએએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં હાલ સ્કૂલો બંધ થશે નહીં.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની ઝડપે ફરી એકવાર બધાને ડરાવ્યા છે. સતત વધી રહેલા કેસોને કારણે રાજધાનીમાં કોરોનાની ચોથી લહેરનો અવાજ સંભળાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં સતત કોરોના વાયરસના ચેપના 500 થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન ચેપનો દર સતત વધઘટ થતો રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં કોવિડ-19ના 632 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપનો દર 4.42 ટકા નોંધાયો છે. દિલ્હીના આરોગ્ય વિભાગના ડેટા પરથી આ માહિતી મળી છે.
" isDesktop="true" id="1201053" >
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે કોઈનું મોત થયું નથી. વિભાગે કહ્યું કે કોવિડ-19ના 632 નવા કેસ નોંધાયા છે અને ચેપનો દર 4.42 ટકા છે. સોમવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -19 ના 501 કેસ અને કોઈનું મૃત્યુ થયું નથી, જ્યારે ચેપ દર 7.72 ટકા હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં 517 કેસ સાથે રવિવારે ચેપ દર 4.21 ટકા નોંધાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર