દિલ્હી : બેકાબૂ કોરોનાની રફતારને રોકવા કેજરીવાલ સરકારે Lockdown લંબાવ્યું

દિલ્હી : બેકાબૂ કોરોનાની રફતારને રોકવા કેજરીવાલ સરકારે Lockdown લંબાવ્યું
ફાઇલ તસવીર

Delhi Lockdown Extended: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય, જાણો કેટલા સમયથી સુધી લંબાવાયું લૉકડાઉન

 • Share this:
  દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસની રફતારને કાબૂમાં રાખવા માટે આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સરકારે લૉકડાઉન જાહેર કર્યુ હતું. દરમિયાન વધતા જતા કેસ અને ડબલિંગ રેશિયોની ચિંતાજનક સ્થિતિને જોતા કેજરીવાલ સરકારે આજે મહત્ત્વપૂર્ણ નિર્ણ કર્યો છે. દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલે લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે આગામી સોમવારે સવારે 5.00 વાગ્યા સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.

  અગાઉ સરકારે 21-6 એપ્રિલ સુધીનું 6 દિવસનું લૉકડાઉન જાહેર કર્યુ હતું. દરમિયાનમાં સ્થિતિમાં સુધારો ન થતા અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે 'અમે નિરિક્ષણ કર્યુ, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ લગભગ 36-37 ટકાએ પહોંચી ગયો છે. દિલ્હીમાં સંક્રમણ દર આજ સુધી આટલી હદે ક્યારેય જોવા મળ્યો નહોતો. જોકે, છેલ્લા બે દિવસમાં આ દર ઘટ્યો છે. આજે લગભગ 30ની નીચે આવી ગયો છે.'  આ પણ વાંચો : સુરત : 3 વર્ષની બાળકીનું મોડી રાતે અપહરણ, શંકાસ્પદ કિડનેપર cctvમાં થયો કેદ

  કેજરીવાલે ઉમેર્યુ, 'દિલ્હીને 700 ટન ઑક્સીજનની જરૂરિયાત છે. કેન્દ્રએ આપણો કોટા વધારને 480 ટન કરી દીધો છે. ગઈકાલે આપણને 10 ટન વધુ આપવામાં આવ્યો છે. હવે દિલ્હીને કેન્દ્રના ક્વોટામાંથી 490 ટન ઑક્સીજન મળી રહ્યો છે. જોકે, સમગ્ર ફાળવાયેલો ઑક્સીજન મળી રહ્યો નથી. ગઈકાલે 330-335 ટન ઑક્સીજન જ પહોંચ્યો છે. અમે ઑક્સીજનની વ્યવસ્થા માટે પોર્ટલ બનાવ્યું છે. '

  દિલ્હીમાં કોરોનાવાયરસની સ્થિતિને કાબૂમાં રાખવા માટે સરકારે આવતીકાલે સોમનાવારે સમાપ્ત થનારા લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય કર્યો છે. હજુ એક અઠવાડિયા સુધી આવશ્યક સેવાઓ સીવાયની તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજધાની દિલ્હી પણ દેશના અન્ય વિસ્તારોની જેમ ઑક્સીજન માટે વલખાં મારી રહી છે ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો :  જાનૈયાઓએ દારૂ પીને અભદ્ર વ્યવહાર કરતા કન્યાએ લગ્નનો કરી દીધો ઇન્કાર, જાન માંડવેથી પાછી ફરી!

  દેશમાં કોરોનાના કેસનો રેકોર્ડ તૂટ્યો

  કોરોના વાયરસનો  (coronavirus)કહેર રોજેરોજ વધી રહ્યો છે. દેશની  (India)હાલત એટલી ખરાબ છે કે, દરરોજ કોરોનાના આંકડાઓ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થતાં મોતથી અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના નવા કેસો આવ્યા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા એક કરોડ 69 લાખ 60 હજાર 172 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કેરોના વાયરસના ચેપના 3,49,691 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2767 લોકો મૃત્યુ પામ્યા છે.
  Published by:Jay Mishra
  First published:April 25, 2021, 12:43 pm

  ટૉપ ન્યૂઝ