Home /News /national-international /Delhi Liquor Policy: દિલ્હીના DyCM મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરવા CBI બેન્ક પહોંચી, સિસોદિયા પત્ની સાથે હાજર

Delhi Liquor Policy: દિલ્હીના DyCM મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરવા CBI બેન્ક પહોંચી, સિસોદિયા પત્ની સાથે હાજર

મનિષ સિસોદિયાના બેન્ક લોકરની તપાસ કરવા માટે સીબીઆઈની ટીમ બેન્ક પહોંચી છે - ફાઇલ તસવીર

Delhi Liquor Policy: ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4ની પંજાબ નેશનલ બેન્કમાં મનીષ સિસોદિયાનું લોકર છે અને સીબીઆઈની ટીમ અહીંના લોકરની તપાસ માટે જ પહોંચી છે.

    દિલ્હીઃ દિલ્હીમાં લિકર પોલિસીને લઈને ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની ટીમે રેડ પાડી હતી. હવે સીબીઆઈની ટીમ મનીષના બેન્ક લોકરની તપાસ કરી રહી છે. સવારના 11 વાગ્યાની આસપાસ સિસોદિયાના બેન્ક લોકરની તપાસ કરવા માટે સીબીઆઈની ટીમ બેન્ક પહોંચી હતી.

    CBIના અધિકારીઓ બેન્ક પહોંચ્યા


    મળતી માહિતી પ્રમાણે, ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4માં આવેલી પંજાબ નેશનલ બેન્કમાં મનીષ સિસોદિયાનું લોકર છે અને ત્યાં જ સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે. મનીષ સિસોદિયા પત્ની સીમા સિસોદિયા સાથે વસુંધરા સેક્ટર 4c સ્થિત પંજાબ નેશનલ બેન્ક પહોંચી ગયા છે. સીબીઆઈના અધિકારીઓ ત્યાં જ બેન્કમાં સિસોદિયાને મળ્યા હતા અને મનીષ સિસોદિયા સામે જ તેમનું બેન્ક લોકર ખોલ્યું હતું.

    આ પણ વાંચોઃ મનીષ સિસોદિયાનો દાવો- સંદેશો આવ્યો, ભાજપામાં આવી જાવ

    મને ખોટા કેસમાં ફસાવ્યોઃ સિસોદિયા


    આ પહેલાં સોમવારે મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ હતુ કે, ‘કાલે સીબીઆઈ અમારું બેન્ક લોકર જોવા આવી રહી છે. 19 ઓગસ્ટે મારા ઘરે 14 કલાકની રેડમાં તેમને કંઈ મળ્યું નહોતું. લોકરમાંથી પણ કંઈ મળશે નહીં. સીબીઆઈનું સ્વાગત છે. તપાસમાં મારો અને મારા પરિવારનો પૂરેપૂરો સહયોગ રહેશે.’ સિસોદિયાનું કહેવું છે કે, તેમને એક ખોટા કેસમાં ફસાવવામાં આરોપી બનાવવામાં આવ્યા છે. જેથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આગળ વધતા રોકી શકાય. જે 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે સામે આવ્યાં છે.

    આ પણ વાંચોઃ CBI તપાસ કરે કે ગુજરાતમાં દારૂથી લોકો કેવી રીતે મરે છે: મનીષ સિસોદિયા

    CBI 10 દિવસ પછી પણ વિગતો ન આપી શકીઃ DyCM


    આ ઉપરાંત ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. તેમાં તેમણે સીબીઆઈ અને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, સીબીઆઈના દરોડાને 10 દિવસ વીતી ગયા છે. પરંતુ એજન્સી હજુ સુધી નથી બતાવી શકી કે મારા ઘરમાંથી એમને શું મળ્યું છે. આ સિવાય ભાજપે લગાવેલા બધા જ આરોપ જૂઠ્ઠા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: CBI investigation, Cbi raid, Delhi government

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन