Home /News /national-international /દિલ્હી લિકર પોલિસી કેસના છેડા હૈદરાબાદ સુધી લંબાયા, ફાર્મા કંપનીના માલિકની ધરપકડ

દિલ્હી લિકર પોલિસી કેસના છેડા હૈદરાબાદ સુધી લંબાયા, ફાર્મા કંપનીના માલિકની ધરપકડ

delhi liquor case

delhi liquor case: હૈદરાબાદમાંથી દિલ્હીના લીકર પોલિસી કેસ સંદર્ભે એક ફાર્મા કંપનીના બોસની ધરપકડ કરવામાં આવતા છેડા લંબાયા છે.

    delhi liquor case: તાજેતરમાં ગુજરાતમાં યોજાનારી ચૂંટણીઓ અગાઉ વિવિધ રાજકીય પક્ષોના એકબીજા ઘણા આરોપ -પ્રત્યારોપ એકબીજા પર ચાલી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલે ફરી લિકર પોલીસી અંતર્ગત તેમના સાથી મનીશ સિસોદીયાને ટાંકીને આપને બદનામ કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જયારે ભાજપ પેહલેથી જ અરવિંદ કેજરીવાલને રેવડી ક્લચર ફેલાવવા માટે જવાબદાર ગણાવી રહ્યાં છે. એવામાં દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં એક ફાર્મ કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બુધવારે ધરપકડ

    હાલમાં રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓની મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બુધવારે ધરપકડ કરાયેલા બે લોકોમાં ફાર્મા કંપનીના ડિરેક્ટરનો સમાવેશ થાય છે.

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એજન્સી દ્વારા બુધવારે મોડી રાત્રે હૈદરાબાદ સ્થિત ઓરોબિંદો ફાર્માના ડિરેક્ટર સરથ રેડ્ડીની ધરપકડ કરવામાં આવી હતી. બંને અધિકારીઓની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

    તપાસ એજન્સીએ અગાઉ તેના ઘરની ઘરની તલાશી લીધી હતી અને તેની બે વખત પૂછપરછ કરી હતી.

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં અત્યાર સુધીમાં અનેક દરોડા પાડ્યા છે. સપ્ટેમ્બરમાં તેણે ઈન્ડોસ્પિરિટ નામની દારૂ બનાવતી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સમીર મહાન્દ્રુની ધરપકડ કરી હતી.

    મની લોન્ડરિંગનો કેસ

    CBI દ્વારા દાખલ કરાયેલી ફરિયાદની નોંધ લીધા બાદ સેન્ટ્રલ એજન્સીએ ઓગસ્ટમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. જેમાં દિલ્હી સરકારના વરિષ્ઠ અમલદારો અને અન્યો સિવાય દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા.

    આ મહિનાની શરૂઆતમાં એજન્સીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના એક સહાયકના રહેઠાણમાં સર્ચ કર્યું હતું અને બાદમાં દિલ્હીમાં તેની ઓફિસમાં તેની પૂછપરછ કરી હતી.

    આ પણ વાંચો: આવા સ્ટંટ ભારે પડશે હોં! પપ્પાનો રસ્તો હોય એમ સ્કોર્પિયોના બોનેટ પર ચડી ગઈ મહિલા, Video થયો લીક

    દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22ના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની CBI તપાસની ભલામણ કર્યા પછી એક્સાઇઝ યોજના સ્કેનર હેઠળ આવી. લેફ્ટનન્ટ ગવર્નરે 11 એક્સાઇઝ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા.



    ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેના થોડા મહિના પહેલા જ લિકર પોલિસી કેસની સીબીઆઈ દ્વારા તપાસ શરૂ થઈ હતી.

    દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યો છે કે કેન્દ્ર, ઉપરાજ્યપાલ સાથે પ્રોક્સી તરીકે કામ કરે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના અભિયાનને નુકસાન પહોંચાડવા માંગે છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gujarati news, Liquor Ban, Liquor News in Gujarat, New Delhi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन