Home /News /national-international /LGના મુખ્ય સચિવનો આદેશ, AAP પાસે વ્યાજ સાથે રૂ. 97 કરોડ વસૂલો, પાર્ટીને 15 દિવસનો સમય આપ્યો
LGના મુખ્ય સચિવનો આદેશ, AAP પાસે વ્યાજ સાથે રૂ. 97 કરોડ વસૂલો, પાર્ટીને 15 દિવસનો સમય આપ્યો
અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી
દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનર (LG) વીકે સક્સેનાના ચીફ સેક્રેટરીને આમ આદમી પાર્ટી (AAP) પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવા આદેશ આપ્યો છે. આના માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. CM અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે તેમણે પાર્ટીના પ્રચારમાં સરકારી પૈસાનો ખર્ચ કર્યો છે, જે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે. LGનું કહેવું છે કે કેજરીવાલે રાજનીતિક વિજ્ઞાપનોને સરકારી વિજ્ઞાપનની જેમ પબ્લિશ કરાય્યાં.
દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનર (LG) વીકે સક્સેનાના ચીફ સેક્રેટરીને આમ આદમી પાર્ટી (AAP) પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવા આદેશ આપ્યો છે. આના માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. CM અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે તેમણે પાર્ટીના પ્રચારમાં સરકારી પૈસાનો ખર્ચ કર્યો છે, જે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે. LGનું કહેવું છે કે કેજરીવાલે રાજનીતિક વિજ્ઞાપનોને સરકારી વિજ્ઞાપનની જેમ પબ્લિશ કરાય્યાં.
હાઇકોર્ટની બનેલી કમિટીમાં દોષી માનવામાં આવી AAP
ઓગસ્ટ 2016માં હાઇકોર્ટે આ મામલામાં ત્રણ સદસ્યોની એક કમિટી બનાવી હતી. સમિતિએ 16 સપ્ટેમ્બર 2016માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. એમાં AAPને દોષી માનવામાં આવી હતી.રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે પાર્ટીએ સરકારી વિજ્ઞાપનોનો ઉપયોગ પોતાના માટે ક્રયો હતો. તેમણે કેટલાંય સંચાર માધ્યમોમાં સરકારી પૈસાએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સપ્ટેમ્બર 2016થી અત્યાર સુધી દિલ્હી સરકારે બધી જાહેરખબરોની એક્સપર્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે.
એક મહિનામાં વિજ્ઞાપન પર 24 કરોડ ખર્ચ કરવાનો આરોપ લાગ્યો
જૂન 2022માં વિપક્ષે દાવો કર્યો કે AAP સરકારે એક મહિનામાં વિજ્ઞાપનો પર 24 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો. એના માટે RTI ઇન્ફોર્મેશનનો હવાલો આપવામાં આવ્યો. વિપક્ષી પાર્ટીઓએ ટોણો માર્યો કે રાજ્યના ખજાના ભરવાનો દાવો કરી સત્તામાં આવેલી AAP પોતે જ એને ખાલી કરવામાં લાગેલી છે.
પંજાબ કોંગ્રેસ પ્રધાન અમરિંદર સિંહ રાજા વડિંગ, કોંગ્રેસ MLA સુખપાલ ખૈહરા અને ભાજપ નેતા મનજિંદર સિરસાએ તેને લઇને CM ભગવંત માન પર સાવાલ ઉઠાવ્યા છે.
ખૈહરાએ પૂછ્યું- આવી રીતે ભરશે પંજાબનો ખજાનો
કોંગ્રેસ વિધાયક સુકપાલ ખૈહરાએ જૂનમાં RTI ઇન્ફોર્મેશનની કોપી ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું કે માત્ર એપ્રિલ મહિનામાં પબ્લિસિટી પર 24 કરોડ ખર્ચ કરવામાં આવ્યા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બતાવે કે આવી રીતે તેમણે પંજાબનો ખજાનો ભરવાનો વાયદો કર્યો હતો.
ખૈહરાએ બતાવ્યું કે વન MLA, વન પેન્શનથી સરકાર એક વર્ષમાં માત્ર 8 કરોડ બચાવશે અને અહીં એક મહિનામાં આટલો ખર્ચ કરી નાખ્યો. ખૈહરાએ કહ્યું કે કેજરીવાલ અને ભગવંત માન સેલ્ફ પ્રમોશન માટે લોકોના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે.
ભાજપનો આરોપ- 3 મહિનામાં 9 હજાર કરોડની લોન અને પબ્લિસિટી પર 24 કરોડ ખર્ચ
ભાજપ નેતા મનજિંદર સિરસાએ જૂનમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકારે છેલ્લા 3 મહિનામાં 9 હજાર કરોડની લોન લીધી. માત્ર એપ્રિલ મહિનામાં સરકારની પબ્લિસિટી અને જાહેરાતો માટે 24.40 કરોડ ખર્ચ કરી નાખ્યા.
પંજાબની કોઇ મહિલાને હજુ સુધી 1 હજાર રૂપિયા મહિને આપ્યા નથી. વીજળી-પાણી પર કોઇ સબસિડી નથી આપી. સિરસાએ કહ્યું કે CM ભગવેત માન જવાબ આપે કે કોઇ કામ નથી કર્યું તો પ્રચાર કઇ વાતનો? આ ઇન્કલાબ નહી, કેજરીવાલનું દિલ્હી મોડલ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ વીકે સક્સેના પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું- LG મને રોજ જેટલું ખખડાવે છે, એટલું મારી પત્ની પણ નથી ખખડાવતી. છેલ્લા 6 મહિનામાં LGએ જેટલા લવ લેટર મને લખ્યા છે, અટલા આખી જિંદગીમાં મારી પત્નીએ પણ નથી લખ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર