દિલ્હી LGએ પાછો ખેંચ્યો પાંચ દિવસના ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટાઇનનો નિર્ણય

News18 Gujarati
Updated: June 20, 2020, 6:54 PM IST
દિલ્હી LGએ પાછો ખેંચ્યો પાંચ દિવસના ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટાઇનનો નિર્ણય
દિલ્હી LGએ પાછો ખેંચ્યો પાંચ દિવસના ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટાઇનનો નિર્ણય

રાજ્યપાલના આ નિર્ણયને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલા કોરોના (Corona)સંક્રમણ વચ્ચે કોરોના શંકાસ્પદ અને સંક્રમિત લોકોને ક્વૉરન્ટાઇન કરવાને લઈને દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ આખરે ખતમ થઈ ગઈ છે. દિલ્હીના એલજી અનિલ બૈજલે શનિવારે સાંજે 5 દિવસના ઈન્સ્ટીચ્યૂશનલ ક્વૉરન્ટાઇન (Institutional Quarantine) કરવાનો નિર્ણય પાછો લઈ લીધો છે. રાજ્યપાલના આ નિર્ણયને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ખાસ કરીને દિલ્હીની કેજરીવાલ સરકાર તેના પક્ષમાં ન હતી. હવે દિલ્હી સરકારનું કહેવું છે કે, નિર્ણય પાછો લીધા પછી રાજધાનીના લોકોને ઘણી મદદ મળશે.

આ પહેલા દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ (Lieutenant Governor Anil Baijal) દ્વારા જાહેર કરાયેલા આદેશ પ્રમાણે રાજધાનીમાં હવે દરેક કોરોના પોઝિટિવ (Corona Positive) વ્યક્તિને ઓછામાં ઓછા પાંચ દિવસ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં (Quarantine Center) રહેવું પડશે. આ નિર્ણય પછી દિલ્હી સરકાર (Delhi Government) અને કેન્દ્ર ફરી એકવાર સામ-સામે આવી ગયા હતા. અનિલ બૈજલના આ નિર્ણય પછી ઘણા કેન્દ્રીય મંત્રીઓની પ્રતિક્રિયા આવી હતી. આ યાદીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે બની શકે કે દિલ્હીના રાજ્યપાલે તે લોકોના લાભ માટે સંસ્થાગત ક્વૉરન્ટાઇનનો આદેશ કર્યો હોય કે, જે લોકોના ઘરમાં જગ્યા નથી.

આ પણ વાંચો - સૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ


દિલ્હી સરકારે ઉઠાવ્યા હતા સવાલ

દિલ્હી સરકારે હોમ આઈસોલેશન બંધ કરવાના આ આદેશ પર સવાલો ઉઠાવ્યા હતા. પાર્ટીનું કહેવું હતું કે આ નિર્ણયના કારણે ઘરથી દુર જવાના વિચારથી લોકો ટેસ્ટ કરવા માટે પણ ઉદાસીન થઈ જશે. લોકો ટેસ્ટ કરવા માટે ઉત્સાહિત રહેશે નહી. દિલ્હીમાં પહેલાથી જ 80,000 બેડની પ્લાનિંગ થઈ રહી છે. આ આદેશના કારણે ઘણા હજારો રુમની જરુર પડશે. પહેલા પણ ડૉક્ટર અને નર્સની અછત સામે દિલ્હી લડી રહ્યુ છે, તેવામાં આ સેન્ટરોની દેખરેખ કોણ કરશે.
First published: June 20, 2020, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading