LG અનિલ જૈને પલટાવ્યો કેજરીવાલ સરકારનો નિર્ણય, કહ્યું - કોઈપણ કરાવી શકે છે દિલ્હીમાં સારવાર

LG અનિલ જૈને પલટાવ્યો કેજરીવાલ સરકારનો નિર્ણય, કહ્યું - કોઈપણ કરાવી શકે છે દિલ્હીમાં સારવાર
LG અનિલ જૈને પલટાવ્યો કેજરીવાલ સરકારનો નિર્ણય, કહ્યું - કોઈપણ કરાવી શકે છે દિલ્હીમાં સારવાર

દિલ્હીમાં વધી રહેલા કોરોનાના મામલા વચ્ચે રવિવારે દિલ્હી કેબિનેટે નિર્ણય કર્યો હતો કે દિલ્હી સરકારના સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ફક્ત દિલ્હીવાસી જ સારવાર કરાવી શકશે

  • Share this:
    નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે (LG Anil Baijal) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal)તે નિર્ણયને એક દિવસ પછી જ પલટાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ફક્ત દિલ્હીવાસીઓની સારવાર થશે. જોકે એલજીએ નિર્ણય પલટાવતા હવે દિલ્હીમાં કોઈપણ પોતાની સારવાર કરાવી શકશે.

    તમને જણાવી દઈએ કે દિલ્હીમાં વધી રહેલા કોરોનાના મામલા વચ્ચે રવિવારે દિલ્હી કેબિનેટે નિર્ણય કર્યો હતો કે દિલ્હી સરકારના સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ફક્ત દિલ્હીવાસી જ સારવાર કરાવી શકશે. જ્યારે કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં બધા જ સારવાર કરાવી શકે છે.



    આ પણ વાંચો - આ વખતે કેવું રહેશે ચોમાસું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આવી આગાહી

    વર્મા કમિટીની ભલામણ પછી કર્યો હતો નિર્ણય

    સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણા કારણે સ્વાસ્થ્ય સંબંધી સુવીધાઓ પર સલાહ આપવા માટે સરકારે એક કમિટી બનાવી હતી. તેમણે કહ્યું હતું કે કમિટીએ જૂનના અંત સુધી 15,000 બેડ ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી હતી. આ સિવાય વર્મા કમિટીએ દિલ્હીના હોસ્પિટલોના બેડને દિલ્હીના રહેવાસી માટે સુરક્ષિત કરવાની ભલામણ પણ કરી છે.

    સીએમે જણાવ્યું કે કેબિનેટ બેઠકમાં આ બધા મામલે વિચાર કરવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે લોકો પાસેથી આ વિશે સલાહ પણ માંગી હતી. કેજરીવાલના મતે દિલ્હીની જનતાએ પણ રાજ્યની હોસ્પિટલમાં વર્તમાન બેડ સ્થાનિય રહેવાસી માટે રિઝર્વ રાખવાની સલાહ આપી હતી.
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ