કન્હૈયા કુમાર ઉપર ચાલશે દેશદ્રોહનો કેસ, કેજરીવાલ સરકારે આપી મંજૂરી

ફાઈલ તસવીર

આરોપીઓએ 9 ફેબ્રુઆરી 2016ના જેએનયુ પરિસરમાં એક કાર્યક્રમ દરમિયાન સરઘસ કાઢ્યું હતું અને જેમાં કથિત રીતે દેશ વિરોધી સૂત્રોચારનું સમર્થન કર્યું હતું.

 • Share this:
  નવી દિલ્હીઃ દિલ્હી સરકારે (Delhi Government)રાજદ્રોહના (sedition case) એક મામલામાં જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) અને અન્ય બે લોકો ઉપર કેસ ચલાવવા માટે દિલ્હી પોલીસને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી હતી. પોલીસે 2016ના આ મામલામાં કુમારની સાથ જ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સામે આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું.

  પોલીસનું કહેવું છે કે, આરોપીઓએ 9 ફેબ્રુઆરી 2016ના જેએનયુ પરિસરમાં એક કાર્યક્રમ દરમિયાન સરઘસ કાઢ્યું હતું અને જેમાં કથિત રીતે દેશ વિરોધી સૂત્રોચારનું સમર્થન કર્યું હતું.

  આ પણ વાંચોઃ-1 એપ્રિલથી મોંઘી થશે Vodafone Ideaની સેવા, સરકાર પાસે કરી આવી માંગણી

  ઉલ્લેખનીય છે કે, જેએનયુ છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર વર્ષ 2016માં જેએનયુ પરિસરમાં ભારત વિરોધી સુત્રોચાર અને નફરત ફેલાવવાનો આરોપમાં દિલ્હી પોલીસે વર્ષ પહેા આરોપપત્ર દાખલ કર્યું હતું. કન્હૈયા કુમાર ઉપર દેશદ્રોહ સહિત અને કલમો પણ લગાવવામાં આવી હતી. આ મામલે જેએનયુના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ યુવતીને છોડાવવા અસલી પોલીસે નકલી પોલીસને આપી ખંડણી અને પછી...

  શું છે આખો મામલો?
  ઉલ્લેખનીય છે કે, 9 ફેબ્રુઆરી 2016માં જેએનયુમાં દેશ વિરોધ સુત્રોચ્ચાર લગાવવાના મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પટિયાલા હાઉસમાં મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સુમીત આનંદની કોર્ટમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ઉપરાંત સાત કશ્મીરીઓને પણ આરોપી બનાવ્યા હતા.

  આ પણ વાંચોઃ-AMCમાં તોડબાજ! કાઉન્સિલરે અધિકારી ઉપર તોડબાજીનો લગાવ્યો આરોપ, અધિકારીનો નનૈયો

  આમને બનાવ્યા હતા સાક્ષી
  આ મામલે દરેક કાશ્મીરી વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ ચાર્જશીટમાં 124A (રાજદ્રોહ), 323, 465, 471, 143, 149, 147, 120B જેવી કલમો લગાવી છે. સ્પેશિયલ સેલે આ સંબંધે દિલ્હી પોલીસ કમિશ્નર અને અભિયોજન સાથે પણ વાતચીત કરી હતી. આ મામલે ABVPના કાર્યકર્તાઓ અને જેએનયુના સુરક્ષાકર્મચારીઓને સાક્ષી બનાવ્યા હતા.
  Published by:ankit patel
  First published: