દિલ્હી હાઇકોર્ટે કાર્તિ ચિદમ્બરમને આપી રાહત, ED નહીં કરે શકે ધરપકડ

News18 Gujarati
Updated: March 9, 2018, 3:19 PM IST
દિલ્હી હાઇકોર્ટે કાર્તિ ચિદમ્બરમને આપી રાહત, ED નહીં કરે શકે ધરપકડ
પટિયાલા હાઉસ કોર્ટ કાર્તિને ન્યાયિક હિરાસતમાં મોકલે છે કે પછી જામી આપી દે છે તો પણ ઇડી કાર્તિની ધરપકડ કરી શકશે નહીં

પટિયાલા હાઉસ કોર્ટ કાર્તિને ન્યાયિક હિરાસતમાં મોકલે છે કે પછી જામી આપી દે છે તો પણ ઇડી કાર્તિની ધરપકડ કરી શકશે નહીં

  • Share this:
નવી દિલ્હી: INX મીડિયા લિમિટેડનાં ડિરેક્ટર પીટર અને ઇન્દ્રાણી મુખર્જીનાં નિવેદનનાં આધારે CBIનાં શકંજામા ફસાયેલા કાર્તિ ચિદંબરમને દિલ્હી હાઇકોર્ટથી રાહત મળી છે. હાઇકોર્ટનાં આ નિર્ણય બાદ હવે ઇડી કાર્તિ ચિદંબરમની ધરપકડ નહીં કરી શકે. આ સાથે જ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ઇડીને નોટિસ પણ ફટકારી છે. આ મામલે વધુ સુનવણી 20 માર્ચનાં રોજ કરવામાં આવશે.

કોર્ટે ઇડીનાં વકીલ તુષાર મેહતાને કહ્યું કે, જો પટિયાલા હાઉસ કોર્ટ કાર્તિને ન્યાયિક હિરાસતમાં મોકલે છે કે પછી જામી આપી દે છે તો પણ ઇડી કાર્તિની ધરપકડ કરી શકશે નહીં. હવે પટિયાલા કોર્ટનાં CBI જજ પર નિર્ભર કરે છે કે તે આરોપી કાર્તિને છ દિવસનાં રિમાન્ડ પર CBIને આપી શકે છે કે નહીં.

EDનું સમન્સ રદ્દ કરાવવા કોર્ટ પહોચ્યા કાર્તિ

કાર્તિ ચિદંબરમ ઇડીનાં સમ્મન્સ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટની સુનવણી થવાની હતી. ત્યારે કોર્ટે ઇડીની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇન્કાર કર્યોહ તો. જે બાદ કાર્તિએ દિલ્હી હાઇકોર્ટમાં સમન્સ રદ્દ કરવા માટે પિટીશન દાખલ કરી હતી.

એડિશનલ સોલિસીટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં પિટીશનનો વિરોધ કરતાં કહ્યું હતું કે, કોર્ટ સામે હજુ આવી 50 અરજીઓ પેન્ડિંગ પડી છે. જે બાદ કાર્તિનાં વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સંઘવીએ
તેને પરત લીધી હતી.સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટીશનમાં કાર્તિએ કહ્યું હતું કે, FIRમાં જે મામલાનો ઉલ્લેખ છે તે ઉપરાંત પણ અન્ય કેસની તપાસ થઇ રહી છે. EDને આ મામલાની તપાસનો અધિકાર નથી.

શું છે સમગ્ર મામલો?
પીટર મુખર્જી અને ઇંદ્રાણી મુખર્જીએ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ નાણાપ્રધાન પી ચિંદબરમને તેમનાં નોર્થ બ્લોક કાર્યાલયમાં મળ્યા હતાં. આ બંનેને પી ચિદંબરમથી તેમની મીડિયા કંપનીમાં વિદેશમાં રોકાણ કરવા માટે ક્લિયરન્સ માંગ્યા હતાં. સોર્સિસની માનીયે તો, ચિદંબરમે આ બાદ તેમને કહ્યું હતું કે, તેમનાં દીકરાનાં બિઝનેસમાંથી મદદ લો. પીટર મુખર્જી અને ઇંદ્રાણી મુખર્જીએ તેમ પણ ઉમેર્યુ કે, તે દિલ્હીનાં એક ફાઇવ સ્ટાર હોટલમાં કાર્તિને મળ્યા હતાં જ્યાં કાર્તિએ આશરે 10 લાખ અમેરિકન ડોલરની માંગણી કરી હતી.
First published: March 9, 2018
વધુ વાંચો
अगली ख़बर