Home /News /national-international /મોટો ખુલાસો: અંજલિના મગજની નસો ફાટી ગઈ, પાંસળીઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, મેડીકલ રિપોર્ટ સામે આવ્યો

મોટો ખુલાસો: અંજલિના મગજની નસો ફાટી ગઈ, પાંસળીઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, મેડીકલ રિપોર્ટ સામે આવ્યો

દિલ્હીમાં બહુચર્ચિત અંજલિ સિંહ સાથેની હૈવાનિયતનો ખુલાસો

ગત 1 જાન્યુઆરીએ અંજલિની સ્કૂટીને ટક્કર મારતા કારથી તેને કેટલાય કિમી સુધી ઢસળીને લઈ ગયા, જે બાદ તેનું મોત થઈ ગયું અને તેની લાશને ક્ષત-વિક્ષીત કરી દેવામાં આી હતી.

  નવી દિલ્હી: બહુચર્ચિત કંઝાવલા રોડ દુર્ઘટનામાં મૃતક અંજલિ સિંહનો ઓટોપ્સી રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં હચમચાવી નાખતી વિગતો સામે આવી છે. અંજલિ સિંહનો ઓટોપ્સી રિપોર્ટમાં જણાવ્યું છે કે, આખી ખોપડી ખુલી ગઈ હતી. બ્રેન મેટર ગાયબ હતું. પીઠના હાડકા તૂટી ગયા હતા અને તેના શરીર પર કુલ 40 ઘા હતા. આવી ભયંકર અને ગંભીર ઈજાનો ઉલ્લેખ 20 વર્ષિય અંજલિના ઓટોપ્સી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: અંજલિ કારની નીચે ફસાઈ ગઈ, તે ચીસો પાડી રહી હતી, પણ, સહેલીએ જણાવી દર્દનાક ક્ષણની કહાણી

  ગત 1 જાન્યુઆરીએ અંજલિની સ્કૂટીને ટક્કર મારતા કારથી તેને કેટલાય કિમી સુધી ઢસળીને લઈ ગયા, જે બાદ તેનું મોત થઈ ગયું અને તેની લાશને ક્ષત-વિક્ષીત કરી દેવામાં આી હતી. મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં ડોક્ટર્સની એક ટીમ મેડિકલ બોર્ડે તેની લાશનું અટોપ્સી કરી અને દિલ્હી પોલીસે અંજલિના શરીર પર કેટલાય ઘા હોવાની સૂચના આપી છે. આ રિપોર્ટમાં દિલ્હી પોલીસે અંજલિના ગાયબ બ્રેન મેટર વિશે પણ જાણકારી આપી છે.

  ન્યૂઝ 18ને મળેલી વિગતોમાં અંજલિની પાંસળીઓ પાછળની તરફ નીકળેલી હતી અને પાંસળીઓનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઓટોપ્સી રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે, અંજલિની કમરના ભાગમાં પાંસળીઓના ભાગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે અને લગભગ આખુ શરીર માટી અને ગંદકીથી ખરડાયેલું હતું. ડોક્ટર્સે કહ્યું કે, ગંભીર ઘા અને વધારે લોહી વહી જવાના કારણે તેનું મોત થઈ ગયું છે. બાદમાં કારમાં ફસાયા બાદ શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા થઈ છે.

  આ પણ વાંચો: પિતાનું અવસાન, મારી બંને કિડની ખરાબ, હવે ઘર કેવી રીતે ચાલશે, અંજલિની માતાએ વ્યક્ત કરી વેદના

  એક સૂત્રએ રિપોર્ટના હવાલેથી કહ્યું કે, અંજલિની આંતરિક તપાસથી જાણવા મળે છે કે, ખોપડી ઉખડી ગઈ હતી અને લટકેલી હતી. સાથે જ માટી અને ગંદકીથી ખરડાયેલી હતી. તેની સ્કલ ખુલેલી હતી. બંને ફેફડા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ ઉપરાંત સૂત્રએ કહ્યું કે, સામૂહિક રીતે તમામ ઈજા નેચરલ ડેથનું કારણ બની શકે છે. આ ઉપરાંત શરીર પર આવેલી ગંભીર ઈજા અને ઘસડવાના કારણે સંભવ છે, કારણ કે, અંતિમ મત કેમેકલ એનાલિસિસ અને બાયોલોજિકલ સેમ્પલના રિપોર્ટ મળ્યા બાદ જ આવશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Crime news, Delhi Crime

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन