નવી દિલ્હી: જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JNU) પરિસરની કેટલીય બિલ્ડીંગ પર ગુરુવારે જાતિસૂચક શબ્દો અને નારા લખવાનો મામલો સામે આવ્યો છે. ત્યાર બાદ આ ઈમારત પર લખેલા નારાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. JNUના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-2 ભવનની દીવાલ પર એક ખાસ સમુદાય વિરુદ્ધ નારા લખ્યા હતા. સાથે જ ઈમારતની દિવાલોમાં પણ તોડફોડ કરી છે.
આવી ઘટનાઓ સાંખી લેવામાં આવશે નહીં- જેએનયૂ કુલપતિ
જેએનયૂ કુલપતિએ દીવાલો પર લખેલી જાતિસૂચક શબ્દો મામલા પર તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને તેને લઈને રિપોર્ટ પણ માગ્યો છે. કુલપતિએ આ મામલાને લઈને કહ્યું કે, જેએનયૂ સમાનતાની વાદ કરે છે અને આવી ઘટનાઓને કોઈ પણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં.
ABVPએ ટીકા કરી
એબીવીપી તરફથી રોહિત કુમારે કહ્યું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વામપંથી ગુંડા દ્વારા શૈક્ષણિક સ્થાનો પર મોટા પાયે તોડફોડ કરી છે, જેની નિંદા કરે છે. તેમણે આગળ કહ્યું કેક ,એકેડમિક જગ્યાનો ઉપયોગ દલીલો અને ચર્ચા માટે હોવો જોઈએ, નહીં કે સમાજ અને વિદ્યાર્થીઓના સમુદાયોમાં ઝેર ફેલાવવા માટે. વિદ્યાર્થીઓએ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા શેર કરી છે, તેમણે કહ્યું કે, નારા બુધવાર રાતે લખવામાં આવ્યા છે. જો કે, આ નારા કોણે લખ્યા છે, તે હજૂ સુધી જાણવા મળ્યું નથી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર