Home /News /national-international /Jahangirpuri Violence: હિંસાના મુખ્ય આરોપી, અંસાર રીઢો છે ગુનેગાર, 2009 થી નોંધાયા છે ઘણા કેસ - સૂત્રો
Jahangirpuri Violence: હિંસાના મુખ્ય આરોપી, અંસાર રીઢો છે ગુનેગાર, 2009 થી નોંધાયા છે ઘણા કેસ - સૂત્રો
જહાંગીરપુરી હિંસાના આરોપીએ કરી પુષ્પાની સ્ટાઈલ, જાણો અંસાર પર કેટલા કેસ નોંધાયા છે?
Delhi Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણમાં આઠ પોલીસકર્મીઓ અને એક સ્થાનિક વ્યક્તિ ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસ (Delhi Police) કમિશ્નર રાકેશ અસ્થાના (Rakesh Asthana) એ સોમવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં બંને સમુદાયના 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીના જહાંગીરપુરી (Delhi Jahangirpuri Violence Case) માં 16 માર્ચની હિંસાના મુખ્ય આરોપી અંસાર એક રીઢો ગુનેગાર છે ( Accused habitual offender Ansar) અને તેની સામે 2009 થી ઘણા કેસ છે. ટોચના પોલીસ સૂત્રોએ સીએનએન-ન્યૂઝ 18 ને આ માહિતી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ વિરોધાભાસી નિવેદનો આપી રહ્યા છે. હનુમાન જયંતી (Hanuman Jayanti) શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણમાં આઠ પોલીસકર્મીઓ અને એક સ્થાનિક વ્યક્તિ ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસ (Delhi police) કમિશ્નર રાકેશ અસ્થાનાએ સોમવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં બંને સમુદાયના 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અથડામણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને 14 ટીમો બનાવવામાં આવી છે. પુરાવા એકત્ર કરવા માટે ચાર ફોરેન્સિક ટીમોએ પણ સ્થળની મુલાકાત લીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 2009માં જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલી FIRમાં અંસારને આરોપી બનાવવામાં આવ્યો હતો. 2011માં તેના પર જુગાર રમવાનો કેસ નોંધાયો હતો, જ્યારે 2013માં તેને ધાકધમકી અને મારપીટના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. 2018 માં, તેના પર પોલીસ અધિકારી પર હુમલો કરવાનો અને તેને તેની ફરજ બજાવવા ન દેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
એ જ રીતે, 2019 માં, ફરી એકવાર અંસાર સામે જુગાર માટે કેસ નોંધવામાં આવ્યો હતો. જહાંગીરપુરી હિંસા માટે શનિવારે સાંજે તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. રવિવારે, રોહિણી ડિસ્ટ્રિક્ટ કોર્ટ જતી વખતે તેણે ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'માં અભિનય કરતા જોવા મળ્યા પછી બધાનું ધ્યાન ખેંચ્યું.
ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત છે?
દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓની અલગ-અલગ પૂછપરછ ચાલી રહી છે અને ટીમો સંતુષ્ટ નથી કારણ કે તેમના નિવેદનો વિરોધાભાસી છે.
આરોપીઓના પ્રારંભિક નિવેદનો સૂચવે છે કે તેઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત હતા અને સ્થાનિક હિન્દુ છોકરાઓ સાથે અથડામણ કરવા માંગતા હતા. સૂત્રોએ જણાવ્યું કે દરેકે એક વાત કહી કે તેઓ બદલો લેવા માટે તૈયાર છે અને તેમને કોઈપણ પ્રકારની ઘટના માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર