ઝડપાયેલા ISIS આતંકીઓનો ખુલાસો- હિંદુ નેતાઓની હત્યાનો મળ્યો હતો ટાર્ગેટ

ઝડપાયેલા આતંકીઓ

ગુપ્તચર એજન્સીઓનાં અધિકારીઓ પ્રમાણે, આ ત્રણ આતંકીઓની યોજના દેશનાં વિવિધ શહેરોમાં મોટા હુમલાની હતી.

 • Share this:
  નવી દિલ્હી : બે દિવસ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) ઝડપાયેલા ISISનાં ત્રણ સંદિગ્ધ આતંકીઓએ મોટો ખુલાસો કર્યો છે. આ લોકોની પૂછપરછ દરમિયાન ઝફર નામનાં એક આતંકીએ ગુપ્તચર એજન્સીને (Intelligence Agency) જણાવ્યું છે કે, તેઓ શહીદી માટે જ અહીં આવ્યા હતાં. તેમને અહીં મોટા અને ફેમસ હિંદુ નેતાઓની હત્યા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મોટા નેતાઓની જાણકારી તેમને શહેરની દિવાલો પર લાગેલા પોસ્ટરો પરથી લેવાની હતી. જે બાદ આખા પ્લાનિંગની સાથે તેમની ઉપર હુમલો કરવાનો હતો. તેમણે એ પણ જણાવ્યું કે, તેમણે સેના અને પોલીસનાં ભરતી કેમ્પનની (Recruitment Camp) રેકી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ લોકોનાં હેન્ડલરે તેમને જણાવ્યું હતું કે, વર્દી પહેરેલા મોટા અધિકારીઓ દેખાય તો તેમની હત્યા કરી દેવાની.

  ગુપ્તચર એજન્સીઓનાં અધિકારીઓ પ્રમાણે, આ ત્રણ આતંકીઓની યોજના દેશનાં વિવિધ શહેરોમાં મોટા હુમલાની હતી. આ ઉપરાંત આરએસએસનાં મોટા નેતા પણ તેમના નિશાના પર હતા. અધિકારીઓનું કહેવું છે કે, ઝડપાયેલા ISIS આતંકવાદીઓની ઉત્તરપ્રદેશમાં પણ મોટા હમલાઓ કરવાનું ષડયંત્ર હતું. ઉત્તરપ્રદેશ એટીએસ હવે દિલ્હી એટીએસનાં સંપર્કમાં છે. તેઓ આમને પોતાના કબજામાં લઇને પૂછપરછની તૈયારીમાં છે. આ દરમિયાન પૂછપરછમાં તે પણ ખુલાસો કર્યો કે, આ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે એવી એપનો ઉપયોગ કરતા હતા કે, કોમ્યુનિકેશન પુરું થતાંની સાથે જ ટેક્સટ પોતાની જાતે જ ડિલીટ થઇ જાય.

  આ પણ વાંચો : સરકાર કરી રહી છે આ કાયદામાં બદલાવની તૈયારી, ખેડૂતો અને વેપારીઓને થશે ફાયદો

  મહત્વનું છે કે, 9 જાન્યુઆરીનાં રોજ દિલ્હી પોલીસની સ્પેશિઅલ સેલના એનકાઉન્ટર પછી ISISનાં ત્રણ સંદિગ્ધોને પકડ્યા હતાં. ત્યારે પોલીસ અધિકારી પીએસ કુશવાહાએ જણાવ્યું કે, ઝડપાયેલ ત્રણે આરોપી તમિલનાડુથી ફરાર હતાં. તેમના ત્રણ અન્ય સાથીઓ નેપાળ ભાગી ગયા છે. આ ત્રણેવ પર આરોપ છે કે, દિલ્હી અને વેસ્ટર્ન ઉત્તર પ્રદેશમાં ટેરર સ્ટ્રાઇક કરવાનાં હતાં. આ આતંકી ગ્રુપ આઈએસઆઈએસ મોડ્યૂલથી પ્રભાવિત હતા. આ ઉપરાંત તેઓ એક નેતાની હત્યામાં પણ સામેલ હતાં.
  Published by:Kaushal Pancholi
  First published: