નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરના કારણે લાખો લોકો ઉપર અસર થઇ છે. કોરોના સંક્રમણ લાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મોટાભાગે રેમડેસીવીર (Remdesivir) દવાના માધ્યમથી સારવાર અપાય છે. આવી સ્થિતિમાં બીજી લહેર દરમિયાન આ દવાની માંગમાં તોતિંગ ઉછાળો આવ્યો હતો. ઘણાં દર્દીઓ પાસે તો આ દવા પહોંચી પણ શકે એમ નહોતી. એકાએક આવેલા માંગમાં ઉછાળાના કારણે સંગ્રહખોરી અને છેતરપીંડી જેવા બનાવો પણ સામે આવ્યા હતા. કેટલાક શખ્સો બોગસ રેમડેસીવીર દવા (Fake Remdesivir Injection) પણ વેચી રહ્યા હોવાનું ફલિત થયું હતું. આવું જ એક કૌભાંડ તાજેતરમાં દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસની અધીકારી મોનિકા ભારદ્વાજ (Monika Bhardwaj)એ ટ્વિટરના માધ્યમથી બોગસ રેમડેસીવીર ઇન્જેક્શનના બોક્સનો ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટ દ્વારા તેમણે લોકોને ફેક રેમડેસીવીર ઇન્જેક્શનથી સાવચેત રહેવા અપીલ પણ કરી હતી. આ ઇન્જેક્શન COVIPRIના બ્રાન્ડ હેઠળ વેચાય છે. બોગસ ઇન્જેક્શન વેચવાના રેકેટમાં સામેલ સપ્લાય કરનાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ હજુ બજારમાં આવા ઇન્જેક્શનો હોવાની દહેશત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
This is #Fake.
No #Remdesivir by the name #COVIPRI exists.
This complete racket has been busted but some injections may still be in circulation. Please do not buy from unverified sources. pic.twitter.com/HncrXgk4Mh
મોનિકા ભારદ્વાજે ટ્વીટ કરીને લખ્યું કે, આ નકલી છે. COVIPRIના હેઠળ રેમડેસીવીર વેચાતી નથી. આખા રેકેટને પકડી પડાયું છે. પરંતુ કેટલાક ઇન્જેક્શન સર્ક્યુલેશનમાં હોવાની શંકા છે. માટે અજાણ્યા સોર્સ પાસેથી તેની ખરીદી ના કરો.
તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા બાદ ઘણા યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેઓ ઇન્જેક્શનના ફોટા અપલોડ કરીને દવા ઓરીજનલ છે કે બોગસ તે જણાવવા કહી રહ્યા છે. એક યૂઝરે દવા ઉત્પાદન કરતી સત્તાવાર કંપનીઓની યાદી જાહેરમાં મૂકી છે.
" isDesktop="true" id="1093421" >
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત તારીખ 1 મેના રોજ રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં મનીષ ગોયલ, પુષ્કર ચંદ્રકાંત પખાલે, સાધના શર્મા, વતન કુમાર સૈની, મોહમ્મદ શોએબ ખાન, મોહન કુમાર ઝા અને આદિત્ય ગૌતમને પકડી પાડવામાં આવ્યા હતા. ANIના અહેવાલ મુજબ આ સાત શખ્સો ઉત્તરાખંડના કોઠદ્વારમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા હતા. આ ઘટનામાં પોલીસે 3000 ખાલી શીશીઓ, એક બેચ કોડિંગ મશીન, એક પેકિંગ મશીન અને 198 નકલી રેમડેસિવીરના ઇન્જેક્શનની શીશીઓ કબજે કરી છે. આ ગેંગ રૂ. 25,000થી રૂ. 40,000માં નકલી રેમડેસિવીરના ઇન્જેક્શન વેચતુ હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર