Home /News /national-international /

Delhi Corona Updates: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- હવે લૉકડાઉનનું કોઇ લોજીક નથી

Delhi Corona Updates: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- હવે લૉકડાઉનનું કોઇ લોજીક નથી

ફાઇલ તસવીર

જૈને કહ્યું કે, ગત લૉકડાઉનની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર થઇ હતી. આવી પરિસ્થિતિમાં ફરીથી લૉકડાઉન કરવાથી લોકોને પરેશાની થશે.

    દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) કોરોના સંક્રમિતોની (coronavirus) વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા ફરી એકવાર લૉકડાઉન (lockdown) કરવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ દરમિયાન, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Health Minister Satyendra Jain) લૉકડાઉન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જોકે, તેમણે કેટલાક વ્યસ્ત સ્થાનો અને બજારોમાં નિયંત્રણ લાદવાની વાત કરી છે. દિલ્હીમાં કોરોના વધતા જતા કેસોને જોતા વધુમાં વધુ લોકોનો કોરોના ટેસ્ટ (corona test) કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, લૉકડાઉન કરવામાં કોઇ લોજીક નથી. સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, છઠ્ઠની પૂજામાં મોટી સભાઓને કારણે કેરોના સંક્રમણ સરળતાથી ફેલાઇ શકે છે, એટલે છઠ્ઠ પૂજા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

    સ્વાસ્થ્ય મંત્રી જૈને કહ્યું કે, દિલ્હીમાં મંગળવારે 6396 કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા હતા. 17 નવેમ્બરનાં રોજ 50 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં કોરોના સંક્રમણની ટકાવારી 13 સુધી પહોંચી ગઇ છે. કોરોના સંક્રમણથી 99 લોકોનાં મોત નીપજ્યા છે.

    જૈને કહ્યું કે, ગત લૉકડાઉનની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર થઇ હતી. આવી પરિસ્થિતિમાં ફરીથી લૉકડાઉન કરવાથી લોકોને પરેશાની થશે. દિલ્હીના વ્યસ્ત બજારો પર સરકાર નજર રાખે છે. જરૂર જણાશે તો અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરીશું.

    અમદાવાદમાં 'Corona બૉમ્બ' ફૂટ્યો, ભાઈબીજે સિવિલમાં વધુ 112 સિરિયસ દર્દી દાખલ થયા

    વિદેશોના બીચને પણ ટક્કર મારશે ગુજરાતના આ દરિયા કિનારા, 2થી 3 દિવસ ફરવા માટે છે બેસ્ટ

    તેમણે વધુમાં જણાવ્યું કે, દિલ્હીનાં લોકોને કોરોનાના બહાને બોર્ડર પર રોકીને હેરાન કરવાની આદત છે. ક્યારેક કોરોનાને કારણે તો ક્યારેક અન્ય કોઇ બહાને રોકવામાં આવે છે. દિલ્હીની જેમ જ કોરોના નોએડા અને ફરીદાબાદમાં ફેલાઇ રહ્યો છે.

    સરકાર આંકડા સંતાડી રહી છે, એટલે હકિકત સામે નથી આવતી. તેમણે કહ્યું કે, હરિયાણા અને યુપીમાં કોરોનાના ટેસ્ટ વધારી દેવામાં આવે તો હકીકત સામે આવી જશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Corona test, Coronavirus, Lockdown, દિલ્હી, ભારત

    આગામી સમાચાર