Home /News /national-international /ચૂંટણીમાં ધર્મનાં દૂરઉપયોગ મામલે થયેલી PIL દિલ્હી હાઇકોર્ટે ફગાવી

ચૂંટણીમાં ધર્મનાં દૂરઉપયોગ મામલે થયેલી PIL દિલ્હી હાઇકોર્ટે ફગાવી

કમલ હસને કહ્યુ હતુ કે, નાથુરામ ગોડસે પહેલા આતંકવાદી હતો

હાઇકોર્ટેને ચૂંટણી પંચને કહ્યું કે, કલમ હસનનાં ગોડસે વાળા નિવેદન મામલે નિર્ણય કરે

દિલ્હી: ચૂંટણી પ્રચારમાં ધર્મનો દૂરઉપયોગ ન થાય તે માટે ભારતનાં ચૂંટણી પંચને દિશાસૂચન કરવા માટેની જાહેરહિતની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે.
ભાજપનાં નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે આ જાહેરહિતની દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી. જેમાં તેમણે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી કે, ચૂંટણી પંચને દિશાસૂચન કરવામાં આવે કે, ચૂંટણી પ્રચારમાં ધર્મનાં દૂરઉપયોગ પર કડકાઇ રાખવામાં આવે.

દિલ્હી હાઇકોર્ટે ચૂંટણી પંચને એમ પણ કહ્યું કે, ભાજપનાં નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલા હસનનાં નાથુરામ ગોડસે વાળી નિવેદન બાબાતે જે રજૂઆત કરી છે તે નિર્ણલ લે.

આ પિટિશનમાં અશ્વિની કુમાર ઉપાધ્યાયે એવી પણ દાદ માંગી હતી કે, ચૂંટણી પ્રચારમાં ધર્મનો દૂરઉપયોગ કરનારા રાજકીય પક્ષો અને તેવા ઉમેદવારોને ચૂંટણી લડવા દેવામાં ન આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તામિલનાડુનાં નેતા કમલ હસને કહ્યું હતું કે, આઝાદ ભારતનો સૌથી પહેલો આતંકવાદી મહાત્મા ગાંધીની હત્યા કરનારો નાથુરામ ગોડસે હતો.

કમલ હસનનાં આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે અને હિંદુ સગંઠનોએ તેનો વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો કે, મુસ્લિમોનાં મતો મેળવવા માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે.

કમલ હાસનના આ નિવેદનથી નારાજ બીજેપીએ ચૂંટણી પંચને તેની ફરિયાદ કરી છે. ફરિયાદમાં બીજેપીએ હાસનને ચૂંટણી પ્રચાર પર પાંચ દિવસ સુધી પ્રતિબંધની માંગ કરી છે. આ નિવેદન પર બીજેપીએ સખત પ્રતિક્રિયા આપતા તેમને આગથી ન રમવાની ચેતવણી પણ આપી છે.

તામુલનાડુમાં વિધાનસભાની પેટા-ચૂંટણીમાં તેમની પાર્ટીનાં ઉમેદવાર માટે પ્રચાર કરતી વખતે કમલ હસને કહ્યું હચું કે, નાથુરામ ગોડસે દેશનો સૌથી પહેલો આતંકવાદી હતો. જો કે, પાછળથી તેમણે કહ્યું હતું કે, તેમનું આ નિવેદન મુસ્લિમોનાં મતો લેવા માટે નહોતું.

“હું આ વાત એટલા માટે નથી કહેતો કે, અહીંયા મુસ્લિમોનાં મતો વધારે છે. પરંતુ હું ગાંધીની પ્રતિમા સામે ઉભો રહીને કહું છું. આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિંદુ હતો. નાથુરામ ગોડસે હતો,” કમલ હસને આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું.
હસને વધુમાં જણાવ્યુ હતુ કે, તે અહીંયા ગાંધી હત્યાનો જવાબ લેવા માટે આવ્યો છે કોઇ પણ સારો ભારતીય સમાનતા ઇચ્છે છે. હું એક સારો ભારતીય નાગરિક છું.”

જો કે, ભાજપનાં નેતાએ કહ્યું કે, કમલ હાસન આગ સાથે ખેલી રહ્યા છે અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવા માટે આ પ્રકારનાં નિવદેન આપે છે.
First published:

Tags: Delhi High Court, Kamal Haasan, Polls, પીઆઇએલ, ભારત