Home /News /national-international /ભાજપ નેતા શાહનવાઝ હુસૈનને હાઇકોર્ટે આપ્યો મોટો ઝટકો, રેપ કેસ દાખલ કરવાનો આદેશ

ભાજપ નેતા શાહનવાઝ હુસૈનને હાઇકોર્ટે આપ્યો મોટો ઝટકો, રેપ કેસ દાખલ કરવાનો આદેશ

શાહનવાઝ હુસૈન ફાઈલ તસવીર

દિલ્હીની રહેવાસી મહિલાએ જાન્યુઆરી 2018માં નીચલી કોર્ટમાં અરજી દાખલ કરીને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ દુષ્કર્મ કેસ દાખલ કરવાની અપલી કરી હતી. મહિલાનો આરોપ હતો કે શાહનવાઝે છતરપુર ફાર્મ હાઉસમાં તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું અને પછી કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ હાઈકોર્ટે (Delhi High court) ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન (BJP Leader Shahnawaz Hussain)ને રાહત આપવાનો ઈનકાર કરી દેતા નેતાને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે, હુસૈન વિરુદ્ધ મહિલા સાથે બળાત્કાર કરવાના આરોપમાં તાત્કાલિક કેસ (Rape Case Against Shahnawaz Hussain) નોંધવામાં આવે. કોર્ટે ત્રણ મહિનામાં તપાસ પૂરી કરીને ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો છે. વર્ષ 2018માં મહિલાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી હુસૈન પર બળાત્કાર (Rape)નો આરોપ લગાવ્યો હતો.

કોર્ટે કહ્યું છે કે તથ્યો પરથી એવું લાગે છે કે દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી. દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.

રશિયા પાસેથી ભારતે સસ્તું તેલ ખરીદતા યુક્રેન ભડક્યું , કહ્યું- તેલના દરેક ટીપામાં યુક્રેનનું લોહી

કોર્ટનું કડક વલણ

જસ્ટિસ મેનને જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે પોલીસ પણ અરજદાર હુસૈન સામે પોલીસ એફઆઈઆર નોંધવા માટે સંપૂર્ણપણે અનિચ્છા ધરાવે છે." કોર્ટે અવલોકન કર્યું હતું કે એફઆઈઆરની ગેરહાજરીમાં જેમ કે વિશેષ ન્યાયાધીશ (ટ્રાયલ કોર્ટે) યોગ્ય રીતે અવલોકન કર્યું હતું. પોલીસ ફક્ત તે જ કરી શકી હોત જે પ્રાથમિક તપાસ હોય. આ કેસમાં કોર્ટે પોલીસના વલણ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

કોર્ટે આપ્યો 14 પાનાનો ચુકાદો

કોર્ટે તેના 14 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા અરજદાર હુસૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસને આદેશ આપતા ટ્રાયલ કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે 'આ કેસમાં વિશેષ ન્યાયાધીશના ચુકાદામાં પણ કોઈ ભૂલ નથી કે પોલીસનો તપાસ અહેવાલ પ્રાથમિક સ્વભાવનો હોવાથી તેને કેન્સલેશન રિપોર્ટ તરીકે માની શકાય નહીં'.

Kabul Bomb blast mosque : કાબુલ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 21ના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં જાન્યુઆરી 2018માં દિલ્હીમાં રહેતી એક મહિલાએ નીચલી કોર્ટમાં અરજી કરીને હુસૈન સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પહેલા પોલીસે નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે શાહનવાઝ હુસૈન સામેનો કેસ બહાર નથી આવ્યો. ટ્રાયલ કોર્ટે તેના નિર્ણયમાં પોલીસની દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનાનો કેસ છે. શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા. શાહનવાઝ હુસૈન પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ અટલ સરકારમાં મંત્રી પણ હતા.
First published:

Tags: Crime news, Delhi High Court, Gujarati news