Home /News /national-international /હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય : સગીર રેપ પીડિતા 26 અઠવાડિયા પછી પણ ગર્ભપાત કરાવી શકે છે

હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય : સગીર રેપ પીડિતા 26 અઠવાડિયા પછી પણ ગર્ભપાત કરાવી શકે છે

દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો

દિલ્હી હાઈકોર્ટે (delhi High Court) કહ્યું - અરજદાર (minor rape victim) ને ગર્ભાવસ્થામાંથી પસાર થવા માટે દબાણ કરવાથી તેની આત્મા દુભાશે અને તેના માનસિક સ્વાસ્થ્યને ગંભીર અને અપુરતી નુકસાન પહોંચાડશે.

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) સગીર રેપ પીડિતા (Minor rape victim) ને 26 અઠવાડિયા પછી ગર્ભપાત (abortion) કરવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, જો તેને નાની ઉંમરમાં માતૃત્વનો બોજ ઉઠાવવા માટે તેને મજબૂર કરવામાં આવશે તો તેના દુઃખ અને વેદનામાં વધારો થશે.

ન્યાયાધીશ યશવંત વર્માએ જણાવ્યું હતું કે, અરજદારને ગર્ભાવસ્થામાંથી પસાર થવા માટે દબાણ કરવાથી તેની આત્મા દુભાશે અને તેના માનસિક સ્વાસ્થ્યને ગંભીર અને અપુરતી નુકસાન પહોંચાડશે. ન્યાયાધીશે કહ્યું કે, કોર્ટ તેના જીવનના અધિકારને વધુ ઠેસ પહોંચાડવાની કલ્પના કરી શકતી નથી અને જો તેના પર માતૃત્વની કઠિન ફરજો નિભાવવાની ફરજ પાડવામાં આવશે તો તેણીને માનસિક અને શારીરિક આઘાતમાંથી પસાર થવું પડશે અને આ અકલ્પનીય છે.

કોર્ટે અરજદારની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની અરજીને મંજૂરી આપી હતી અને સંબંધિત હોસ્પિટલને ડીએનએ પરીક્ષણ માટે ભ્રૂણને સાચવવા માટે નિર્દેશ આપ્યો હતો, જે ઘટના સંબંધિત ફોજદારી કેસમાં જરૂરી હશે.

મેડિકલ બોર્ડે 16મી જુલાઈના તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અરજદારની ઉંમર લગભગ 13 વર્ષની હતી અને ગર્ભધારણનો સમયગાળો 25 અઠવાડિયા અને છ દિવસનો હતો અને કહ્યું હતું કે 24 અઠવાડિયાથી વધુની ગર્ભાવસ્થામાં જ કાયદો ગર્ભપાતની જોગવાઈ કરે છે. કાયદો માત્ર ભ્રૂણ સંબંધી અસાધારણતાના મામલામાં જ ગર્ભપાતની પરવાનગી આપે છે.

આ પણ વાંચોPresident House : રાષ્ટ્રપતિ ભવનમાં વાદળી, લીલી અને લાલ લાઈટનો શું મતલબ છે? જાણીએ રોચક માહિતી

"જો તેને નાની ઉંમરે માતૃત્વનો બોજ ઉઠાવવાની ફરજ પાડવામાં આવે છે, તો તેણીના દુઃખ અને વેદનામાં વધારો થશે," કોર્ટે તેના 19 જુલાઈના આદેશમાં જણાવ્યું હતું.
First published:

Tags: Delhi High Court, Delhi News, Minor girl rape, Minor Rape Case, ગર્ભપાત, દિલ્હી`