Home /News /national-international /CBIમાં આંતરિક ડખ્ખોઃ સોમવાર સુધી નંબર-2 રાકેશ અસ્થાનાની ધરપકડ પર રોક, DSP રિમાન્ડ પર

CBIમાં આંતરિક ડખ્ખોઃ સોમવાર સુધી નંબર-2 રાકેશ અસ્થાનાની ધરપકડ પર રોક, DSP રિમાન્ડ પર

દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને વચગાળાની રાહત આપી હવે પછીની સુનાવણી સુધી તેમના વિરુદ્ધ કાર્યવાહી પર રોક લગાવી છે. લાંચ કેસમાં પોતાની સામે થયેલી ફરિયાદને અસ્થાનાએ મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં પડકારી હતી. તો સોમવારે ધરપકડ કરાયેલા DSP દેવેન્દ્ર કુમારને કોર્ટે સાત દિવસ સુધી રિમાન્ડ પર મોકલ્યા છે.

આ પણ વાંચો 2019માં PM મોદીને 'ઘેરવાની રણનીતિ' બનાવી રહ્યાં છે રાહુલ, અખિલેશ અને તેજસ્વી

CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી FIR રદ કરાવવાની માગ કરી હતી. અસ્થાના તરફથી હાજર વકીલે FIRને ગેરકાયદેસર ગણાવતાં કોર્ટમાં કહ્યું કે CBIએ એક આરોપીના નિવેદનનાઆધારે સ્પેશિયલ ડાયરેક્ટર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.તો CBIના વકીલે કહ્યું કે લાંચનો મામલો ગંભીર છે. FIRમાં ભ્રષ્ટાચાર અને ગુનાકીય ષડયંત્રની કલમો ઉમેરવામાં આવી છે. હાઈકોર્ટે 29 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરશે. ત્યાં સુધી તપાસ એજન્સીના પ્રમુખ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે 29 તારીખ સુધી અસ્થાના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.

દિલ્હી હાઇકોર્ટે અસ્થાના અને કુમાર બંનેને સમગ્ર મામલે જોડાયેલા દસ્તાવેજો અને મોબાઇલ રેકોર્ડ્સ સુરક્ષીત રાખવાનું કહ્યું છે, આ મામલે વધુ સુનાવણી 29 ઓક્ટોબરે હાથ ધરાશે, સુનાવણી દરમિયાન સીબીઆઇએ કહ્યું કે અસ્થાના વિરુદ્ધ લાગેલા ગંભીર આરોપ છે અને એજન્સી મામલે તપાસ કરી રહી છે, તેઓ FIRમાં બાકી આરોપો જોડી રહી છે.

અહીં ક્લિક કરી વાંચો  રાત્રે સૂતા પહેલાં દરેક કપલે કરવા જોઈએ આ કામ

રાકેશ અસ્થાનાના વકીલ અમરેનદ્ર શરણે કહ્યું કે આ સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર વિરુદ્ધ એફઆઇઆર ખોટા છે, કારણ કે આ આ આરોપીના નિવેદનના આધારે દાખલ કરાઇ છે, જેમાં અપરાધિક ષડયંત્ર અને લાંચ માગવાની કલમો સામેલ છે.
First published:

Tags: Bribe, Delhi High Court, Rakesh Asthana, સીબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો