દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની હાલત વધારે બગડી, મેક્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવશે

News18 Gujarati
Updated: June 19, 2020, 5:26 PM IST
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની હાલત વધારે બગડી, મેક્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવશે
સત્યેન્દ્ર જૈન.

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Health Minister Satyendra Jain)ના ફેંફસામાં સંક્રમણ વધતા તેમને ઑક્સિજન પર રાખવામાં આવ્યા છે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની તબિયત બગડી રહી છે.

  • Share this:
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Health Minister Satyendra Jain)ની હાલત ન્યૂમોનિયા બાદ વધારે ખરાબ થઈ ગઈ છે. જેના પગલે તેમને મેક્સ હૉસ્પિટલ (Max Hospital)માં ખસેડવામાં આવી રહ્યા છે. અહીં તેમને કોવિડ 19 માટે પ્લાઝ્મા થેરપી (Plasma Therapy)આપવામાં આવશે. દિલ્હી (New Delhi)ના સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના ફેંફસામાં સંક્રમણ વધતા તેમને ઑક્સિજન પર રાખવામાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવ્યા બાદ તેમની તબિયત બગડી રહી છે.

રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલીટી હૉસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે 55 વર્ષીય મંત્રીનું ઑક્સિજન સ્તર ઘટી જવાને કારણે તેમને સતત ઑક્સિજન આપવામાં આવી રહ્યો છે. જોકે, ન્યૂમોનિયા થયાની પુષ્ટિ બાદ તેમને આઇસીયૂમાં ખસેડવમાં આવ્યા છે.

આ પણ વાંચો : મોરબી : કારખાનેદારે યુવતી સાથે બોગસ લગ્ન કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું

સ્વાસ્થ્ય મંત્રી બીજી તપાસમાં સંક્રમિત મળ્યા

દિલ્હીમાં કોરોનાએ સામાન્ય લોકોની સાથે સાથે અધિકારીઓ અને રાજનેતાઓ માટે પણ સંકટ વધારી દીધું છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તેની ઝપેટમાં આવી ગયા છે. હકીકતમાં સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો કોરોનાનો ટેસ્ટ નેગિટિવ આવ્યો હતો. પરંતુ બીજી વખત તપાસ કરતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મનીષ સિસોદિયા સંભાળી રહ્યા છે સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી

સોમવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીની તબિયત અચાનક બગડી હતી. જે બાદમાં તેમને ઉત્તર-પૂર્વ દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલાટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની તબિયત ખરાબ હોવાથી દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સંભાળી રહ્યા છે. જૈન હાલ વિભાગ વગરના મંત્રી છે. જૈનની ગેરહાજરીમાં તેમના તમામ ખાતાઓની જવાબદારી મનીષ સિસોદિયા સંભાળશે.

આ પણ વાંચો : 'અમે આંદોલન કરીશું, સરકારે ગોળી મારવી હોય તો મારી દે' : BTPએ રાજ્યસભા માટો વોટિંગ ન કર્યું
First published: June 19, 2020, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading