દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોરોના, ધારાસભ્ય આતિશીનો રિપોર્ટ પણ પોઝિટિવ

News18 Gujarati
Updated: June 17, 2020, 10:29 PM IST
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોરોના, ધારાસભ્ય આતિશીનો રિપોર્ટ પણ પોઝિટિવ
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોરોના

મંગળવારે તેમનો કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ બુધવારે ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો (Health Minister Satyendar Jain)કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંગળવારે તાવ અને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ પર તેમને રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિયટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમનો કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ બુધવારે ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મની રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિયટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સત્યેન્દ્ર જૈનને તાવ અને ઓછા ઓક્સિજન સ્તરની સમસ્યા છે.

આ પહેલા આમ આદમી પાર્ટીની ધારાસભ્ય આતિશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આતિશીએ જણાવ્યું કે 16 જૂને શરદી-ઉધરસના લક્ષણ જોવા મળ્યા હતા. આ પછી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ આજે 17 જૂને પોઝિટિવ આવ્યો છે. હાલ આતિશીને હળવા લક્ષણો છે અને તેમણે પોતાને પોતાના ઘરમાં ક્વૉરન્ટાઇન કરી લીધા છે. આતિશી કોરોના મામલામાં હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે કામ કરી રહી હતી. 11 જૂને હેલ્થ ડિપાર્ટમેન્ટનો એક અધિકારી કોરોના પોઝિટિવ આવ્યો હતો.


આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 520 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને પણ તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ હતી. આ પછી કેજરીવાલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
First published: June 17, 2020, 10:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading