AAPના 20 ધારાસભ્યોને મોટી રાહત, HCએ બદલ્યો ચૂંટણીપંચનો નિર્ણય

AAPના 20 ધારાસભ્યોને મોટી રાહત, HCએ બદલ્યો ચૂંટણીપંચનો નિર્ણય
ચૂંટણી પંચનું કહેવું છે કે, ધારાસભ્યોની અરજી નિરાધાર છે અને આને ફગાવી દેવી જોઈએ...

ચૂંટણી પંચનું કહેવું છે કે, ધારાસભ્યોની અરજી નિરાધાર છે અને આને ફગાવી દેવી જોઈએ...

 • Share this:
  લાભના પદ મામલામાં અયોગ્ય ઠેરવવામાં આવેલ આપના 20 ધારાસભ્યોને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શુક્રવારે એટલે કે આજે આ ધારાસભ્યોની અરજી પર સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સંભળાવ્યો. દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને બદલી દીધો છે. હવે આ ધારાસભ્યોનું સભ્યપદ કાયમ રહેશે.

  તમને જણાવી દઈએ કે, લાભના પદ મામલે આ ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાની માંગ કરતી અલગ-અલગ આઠ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે આજે નિર્ણય લીધો છે.  ઉલ્લેખનીય છે કે, આ ધારાસભ્ય સંસદીય સચિવ પણ હતા. ચૂંટણી પંચે આને લાભનું પદ ગણાવી 19 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સામે AAPના 20 ધારાસભ્યોની સદસ્યતા ખતમ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ આપના ધારાસભ્યોએ પોતાનો પક્ષ રાખી ચૂંટણી પંચના નિર્ણય પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

  આ બાજુ ચૂંટણી પંચનું કહેવું છે કે, ધારાસભ્યોની અરજી નિરાધાર છે અને આને ફગાવી દેવી જોઈએ. 28 ફેબ્રુઆરીએ આ અરજી પર સુનાવણી અને ચર્ચા પૂર્ણ થયા બાદ દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ સંજીવ ખન્ના અને ચંદર શેખરની બેંચના નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. જેના પર આજે કોર્ટે નિર્ણય લીધો.
  First published:March 23, 2018, 15:47 pm