Home /News /national-international /

Pollution : દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી શાળા-કોલેજ બંધ, વર્ક ફ્રોમ હોમ પર ભાર

Pollution : દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી શાળા-કોલેજ બંધ, વર્ક ફ્રોમ હોમ પર ભાર

ઓથોરિટીએ આવનારા ચાર દિવસ સુધી દરેક પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ગ્રેટર નોયડામાં આગામી ચાર દિવસ સુધી રહેણાંક, કોમર્શિયલ, આઈટી, સંસ્થાકીય, બિલ્ડર પ્રોજેક્ટ, રસ્તાઓનું રિ-સરફેસિંગ, નવા રસ્તાઓનું નિર્માણ શક્ય નહીં બને. હોટમિક્સ અને આરએમસી પ્લાન્ટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  ગ્રેટર નોયડા. એનસીઆર (NCR) અને આસપાસ વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનના નિર્દેશ પર ગ્રેટર નોયડા ઓથોરિટી (Noida Authority)એ મોટો નિર્ણય લીધો છે. ઓથોરિટીએ આવનારા ચાર દિવસ સુધી દરેક પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડીઝલ જનરેટર (Diesel Generator)ના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો હોટમિક્સ અને આરએમસી પ્લાન્ટ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

  એનસીઆરની આબોહવા બહુ પ્રદૂષિત થઈ ચૂકી છે. ગ્રેટર નોયડા પણ તેમાંથી બાકાત નથી રહી શક્યું. એનસીઆરમાં હવા પ્રદૂષણ પર દેખરેખ માટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન તરફથી એનસીઆરમાં પ્રદૂષણ રોકવા માટે અસરકારક પગલા લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો. તેને ધ્યાનમાં રાખતાં ગ્રેટર નોયડા ઓથોરિટીના સીઈઓ નરેન્દ્ર ભૂષણે નિર્દેશ જારી કર્યા. આ અંગે એસીઈઓ દીપચંદ્રએ બેઠક બાદ ગ્રેટર નોયડામાં પ્રદૂષણ ઘટાડવા માટે મંગળવારે કાર્યાલયને આદેશ આપ્યા છે.

  ગ્રેટર નોયડામાં આગામી ચાર દિવસ સુધી રહેણાંક, કોમર્શિયલ, આઈટી, સંસ્થાકીય, બિલ્ડર પ્રોજેક્ટ, રસ્તાઓનું રિ-સરફેસિંગ, નવા રસ્તાઓનું નિર્માણ શક્ય નહીં બને. ACEOએ બાંધકામ સામગ્રીને ઢાંકીને રાખવા સૂચના આપી છે.

  જ્યાં પણ ધૂળ ઉડવાની સંભાવના હોય ત્યાં એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ કરવા જણાવાયું છે. હોટમિક્સ અને આરએમસી પ્લાન્ટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હોટલ કે ઢાબામાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. NGTના નિયમોનો અનાદર કરવા બદલ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

  કચરો બાળવા બદલ દંડ થશે

  વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, ગ્રેટર નોયડા ઓથોરિટીએ NPCLને ગ્રેટર નોયડામાં વીજળી કાપ ન કરવા જણાવ્યું છે, જેથી ડીઝલ જનરેટર ચલાવવાની જરૂર ન પડે. ઓથોરિટીએ તેના તમામ વર્ક સર્કલ એન્જિનિયરોને કચરો સળગાવવાની તપાસ માટે ફિલ્ડમાં મૂક્યા છે. કચરો સળગાવનારા સામે ભારે દંડ વસૂલવાના આદેશ આપવામાં આવ્યા છે.

  આ પણ વાંચો: જો બાયડન અને કમલા હેરિસ વચ્ચે તિરાડના અહેવાલો, બાયડન લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય

  બે વોટર સ્પ્રીંકલરની માંગણી

  ACEOએ ફાયર ઓફિસરને પણ પત્ર લખીને પાણીના છંટકાવ માટે બે વોટર સ્પ્રીંકલરની માંગણી કરી છે. એક મશીનનો ઉપયોગ ગ્રેટર નોયડામાં અને બીજાનો ઉપયોગ ગ્રેટર નોયડા પશ્ચિમમાં પાણી છંટકાવ માટે કરવામાં આવશે.

  દિલ્હી-NCRમાં આગામી આદેશ સુધી શાળા-કોલેજ બંધ

  દિલ્હી અને NCRમાં પ્રદૂષણની અસર શાળાઓ અને કોલેજો પર પણ થઈ છે. કોવિડની બીજા લહેરને કારણે નવેમ્બરમાં ખુલેલી શાળાઓ અને કોલેજો મહિનાઓ પછી ફરી એકવાર ઓનલાઈન શિફ્ટ થઈ ગયા છે. કેન્દ્ર સરકારની પેનલે કહ્યું છે કે દિલ્હી-NCRમાં તમામ શાળાઓ બંધ રહેશે. મંગળવારે મોડી રાત્રે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે બુધવારથી ક્લાસ ઓનલાઈન ચાલશે.

  આ પણ વાંચો: ભારતના પહેલાં સમલૈંગિક જજ બની શકે છે સૌરભ કૃપાલ, SC કોલેજિયમે આપી મંજૂરી

  વર્ક ફ્રોમ હોમ પર ભાર, ટ્રકો પર પ્રતિબંધ

  CAQM એ કહ્યું છે કે ઓછામાં ઓછા 50 ટકા અધિકારીઓને 21 નવેમ્બર સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ સાથે ખાનગી ઓફિસોમાં પણ આવી વ્યવસ્થા થવી જોઈએ. પંચે કહ્યું છે કે 21 નવેમ્બર સુધી દિલ્હીમાં તમામ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ફક્ત બિન-આવશ્યક વસ્તુઓ સપ્લાય કરતી ટ્રકો પર જ લાગુ થશે. આ સાથે મેટ્રો, ડિફેન્સ, એરપોર્ટ સિવાય તમામ પ્રકારના બાંધકામ પર 21 નવેમ્બર સુધી પ્રતિબંધ રહેશે.

  દિલ્હીનો AQI ફરી ખરાબ

  જણાવી દઈએ કે મંગળવારે દિલ્હીની વાયુ ગુણવત્તા ફરી એકવાર 'ગંભીર' શ્રેણીમાં આવી ગઈ છે અને 24 કલાકનો સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 403 નોંધાયો. મંગળવાર સવાર સુધી તે 'બહુ ખરાબ' શ્રેણીમાં હતો અને 396 નોંધાયો. સાંજે 4 વાગ્યે ગાઝિયાબાદમાં AQI 356, ગ્રેટર નોયડામાં 361, ગુરુગ્રામમાં 369 અને નોયડામાં 397 નોંધાયો હતો. તે ‘બહુ ખરાબ’ શ્રેણીમાં આવે છે.

  ગાઝિયાબાદમાં દંડ વસૂલવામાં આવી રહ્યો છે

  તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રદૂષણ સ્તર ઘટાડવા માટે જીઆરએપી ઉપાયો હેઠળ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જિલ્લા અધિકારી આરકે સિંહે અત્યારસુધી 1.03 કોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત શોપિંગ મોલ અને હોસ્પિટલો જેવી 17 પ્રદૂષણ ફેલાવતી સંસ્થાઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Delhi ncr, Delhi News, Delhi Pollution, Greater Noida, National News in gujarati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन