નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવકને બે ગણી વધારવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, પરંતુ કેન્દ્રની યોજનાથી પહેલા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોની આવકને બે ગણી નહી પરંતુ 3થી 4 ગણી વધારે કરવાનો દાવો કરતાં એક નવી યોજના બનાવવાની જાહેરાત કરી છે. ખાસ વાત તે છે કે દિલ્હી સરકારે એક જ યોજનાથી બે લક્ષ્ય મેળવવાની રણનીતિ તૈયાર કરી છે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે સાથે દિલ્હીને સસ્તામાં વિજળી પણ મળી રહેશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું કે, આજે દેશમાં ખેતી અને ખેડૂતોની સ્થિતિ ખુબ જ ખરાબ છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, તેમને કહ્યું કે, દિલ્હી સરકારે 'જય જવાન જય કિસાન'ના નારાને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. કેજરીવાલે કહ્યું કે તેમની સરકાર શહીદ જવાનોના પરિવારો અને ખેડૂતોના ઉત્થાન માટે બે મોટી યોજનાઓ શરૂ કરવા જઈ રહી છે તેમને જણાવ્યું કે, શહીદોના પરિવારોની મદદ માટે તેમને શહીદ સન્માન યોજનાને ફરીથી શરૂ કરી દીધી છે. આ યોજના પર ઉપ-રાજ્યપાલે રોક લગાવી દીધી હતી. આ યોજના હેઠળ શહીદ પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ અને પરિવારના એક સભ્યને દિલ્હી સરકારમાં નોકરી આપવામાં આવશે.
સોલાર પેનલ યોજના
ખેડૂતોની આવક વધારવાની યોજના પર મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હી સરકાર એક યોજના શરૂ કરી રહી છે. આ યોજના હેઠળ ખાનગી કંપનીઓ ખેડૂતોના ખેતરમાં સોલર પેનલ લગાવશે. આ પેનલ ખેતરમાં એક એકરના એક તૃતીયાંશ ભાગમાં લગાવશે અને આ પેનલ જમીનથી 3.5 મીટર ઉંચાઈ પર લગાવવામાં આવશે, જેનાથી તે ભાગમાં ખેતી પણ સરળતાથી થઈ શકે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ પેનલ માટે ખાનગી કંપનીઓ ખેડૂતોને ભાડાના રૂપમાં એક લાખ રૂપિયા વાર્ષિક ચૂકવશે અને ભાડામાં દરેક વર્ષે 6 ટકાનો વધારો કરવામાં આવશે. ખેડૂત અને ખાનગી કંપનીઓ વચ્ચે 25 વર્ષ માટે કરાર થશે. આનાથી ખેડૂતોને પ્રથમ વર્ષે એક લાખ રૂપિયા ભાડાના રૂપમાં મળશે અને 25માં વર્ષમાં 4 લાખ રૂપિયા. ભાડા સાથે ખેડૂતોને 1000 યૂનિટ વિજળી પણ ફ્રિમાં આપવામાં આવશે.
તેમને જણાવ્યું કે, એક એકર ખેતીથી ખેડૂતોને વર્ષમાં 30થી 50 હજાર વચ્ચે આવક થશે અને આ આવકમાં એક લાખ રૂપિયા જોડાઈ જવામાં ખેડૂતોની આવક ત્રણ ગણી વધારે વધી જશે.
સરકારને પણ થશે ફાયદો
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોના ખેતમાં તૈયાર થનાર વિજળીને દિલ્હી સરકાર 4-5 રૂપિયા પ્રતિ યૂનિટની કિંમતથી ખરીદશે. સરકાર હાલમાં 9 રૂપિયા યૂનિટના દરથી વિજળી ઉત્પાદન કંપનીઓ પાસેથી વિજળી ખરીદે છે. આ યોજનાના શરૂ થવાથી દિલ્હી સરકારને દરેક વર્ષે લગભગ 400 કરોડ રૂપિયા સુધીની બચત થશે અને દિલ્હીવાસીઓને ક્લીન એનર્જી ઉપલબ્ધ થશે. તેમને જણાવ્યું કે, સરકારે આ યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ટેન્ડર વગેરેની પ્રક્રિયા પૂરી થયા પછી 8થી 10 મહિનાની અંદર આ યોજના શરૂ થઈ જશે.
શહીદોના પરિવારોને 1 કરોડની મદદ
અરવિંદ કેજરીવાલે શહીદ સન્માન યોજના વિશે જણાવ્યું કે, સસ્ત્ર દલ, દિલ્હી પોલીસ, અર્ધ સૈનિક દળ, ફાયર બ્રિગેડ, હોમ ગાર્ડ અને જિલ્લા ઈમરજન્સી દળ કર્મચારીઓ સહિત સસ્ત્ર દળોના બધી જ ત્રણ સેવાઓને દિલ્હી સ્થિત સુરક્ષાકર્મીઓની કોઈ ઘટનામાં મોત થવા પર તેના પરિવાજનોને 1 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સાથે જ પરિવારના એક સભ્યને નોકરી પણ આપવામાં આવશે.