COVID-19 in Delhi: ફક્ત માસ્ક નહીં, ઘર બહાર આ ચાર કામ કરશો તો પણ ભરવો પડશે બે હજારનો દંડ

COVID-19 in Delhi: ફક્ત માસ્ક નહીં, ઘર બહાર આ ચાર કામ કરશો તો પણ ભરવો પડશે બે હજારનો દંડ
પ્રતિકાત્મક તસવીર

Delhi Face Mask Fine: જો તમે ઘરેથી બહાર નીકળતી વખતે કોરોનાને રોકવા માટે બનાવવામાં આવેલા ચાર અન્ય નિયમોને તોડશો તો તેના માટે પણ તમને બે-બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

  • Share this:
    દીપક રાવત, નવી દિલ્હી: દેશના રાજધાની નવી દિલ્હી (New Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. સંક્રમણ માટે બનાવવા આવેલા નવા નિયમો આજથી લાગૂ થયા છે. અહીં ફેસ માસ્ક (Face Mask Fine) વગર હવે ઘરેથી નીકળવા પર 500 રૂપિયાને બદલે 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજા રાજ્યમાં પણ માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે પરંતુ દંડની રકમ ઓછી છે. ગુજરાતમાં માસ્ક પહેર્યાં વગર બહાર નીકળવા પર એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જોકે, દિલ્હીમાં એવું નથી કે ફક્ત માસ્ક વગર બહાર નીકળવા પર દંડ ફટકારવામાં આવશે. જો તમે ઘરેથી બહાર નીકળતી વખતે કોરોનાને રોકવા માટે બનાવવામાં આવેલા ચાર અન્ય નિયમોને તોડશો તો તેના માટે પણ તમને બે-બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

    માસ્ક ન પહેરવા સહિત આ પાંચ કામ કરવા પર થશે બે હજાર રૂપિયાનો દંડ



    દિલ્હી સરકારના જણાવ્યા પ્રમાણે જો તમે ઘરેથી બહાર નીકળીને જાહેર સ્થળ પર થૂંકો છો તો તમારે બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. પાન, ગુટખા અને તમ્બાકુ ખાવા પર પણ દંડ ભરવો પડશે. જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવા પર પણ બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સાથે જ ક્વૉરન્ટીનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પણ બે હજાર રૂપિયાનો દંડ થશે.

    આ પણ વાંચો: આગ્રા: ઘરમાં ઘૂસીને ડૉક્ટરની બેરહમીપૂર્વક હત્યા, બંને બાળકો ઘાયલ

    એસીપી સિદ્ધાર્થ જૈને ન્યૂઝ18 ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો કોઈ એકલો વ્યક્તિ કાર લઈને જઈ રહ્યો છે, અને કારના તમામ કાચ બંધ છે તો તેને ચેતવણી આપીને જવા દેવામાં આવશે. તેને દંડ નહીં ફટકારવામાં આવે પરંતુ તેને એવું જરૂરી સમજાવવામાં આવશે કે બીજા લોકોની સુરક્ષા માટે માસ્ક પહેરવું જરૂરી છે.

    આ પણ વાંચો: COVID-19 in India: કોરોનાના કેસમાં વધારો, શું દેશમાં ફરીથી લૉકડાઉન કે કર્ફ્યૂ લાગશે?

    દિલ્હીમાં અત્યાર સુધી 8,159 લોકોનાં મોત

    દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 6,608 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 118 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધી કુલ 8,159 લોકોનાં મોત થયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલાં આંકડા પ્રમાણે ગત દિવસે 22,067 RT-PCT સહિત કુલ 62,437 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

    આ પણ જુઓ-

    ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બરના રોજ દિલ્હીમાં સંક્રમણના સૌથી વધારે 8,593 કેસ નોંધાયા હતા. આ દિવસે 85 લોકોનાં મોત થયા હતા. દિલ્હીમાં હાલ કોરોના વાયરસના 40,936 સક્રિય કેસ છે. અહીં અત્યાર સુધી કોરોનાના કુલ 5,17,238 કેસ નોંધાયા છે, જ્યારે 4,68,143 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દિલ્હીમાં કોરોનાથી સાજા થવાનો દર 90.5 છે, જ્યારે મોતનો દર 1.6 ટકા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:November 21, 2020, 13:16 pm