શાહરુખના આ ડાયલોગને કારણે લટકી ગઈ કેજરીવાલની નવી એડ!

સંબંધિત વિભાગોએ આ એડની લાઈનને લઈને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો હવાલો આપ્યો હતો.

News18 Gujarati
Updated: February 13, 2018, 5:41 PM IST
શાહરુખના આ ડાયલોગને કારણે લટકી ગઈ કેજરીવાલની નવી એડ!
અરવિંદ કેજરીવાલ (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: February 13, 2018, 5:41 PM IST
દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર અને બ્યૂરોક્રેસી ફરી એક વખત આમને સામને આવી ગયા છે. આ વખતે દિલ્હી સરકારને ત્રણ વર્ષ પૂરા થવા પર બનાવવામાં આવેલી એક જાહેરાતનો મુદ્દો છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના એક ડાયલોગ પર આધારિત આ એડને દિલ્હી સરકારના વિવિધ વિભાગોએ લીલીઝંડી નથી આપી.

14 ફેબ્રુઆરીના રોજ સરકારના ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આને લઈને સરકાર 'વિકાસ યાત્રા' કાઢી રહી છે. આ માટે સરકારે પોતાની સિદ્ધિઓને લઈને અરવિંદ કેજરીવાલની એક વીડિયો એડ બનાવી છે. આ વીડિયોમાં એક લાઈન છે, 'જબ આપ સચ્ચાઈ ઔર ઇમાનદારી કે રાસ્તે પર ચલતે હૈ, તો બ્રહ્માંડ કી સારી દ્રશ્ય ઔર અદ્રશ્ય શક્તિયા આપકી મદદ કરતી હૈ.'

શાહરુખે દીપિકા પાદુકોણને કહી હતી આ લાઈન

આ લાઈન શાહરુખની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી પ્રેરિત છે. ફિલ્મમાં શાહરુખ ખાન આ ડાયલોગ દ્વારા દીપિકા પાદુકોણ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. શાહરુખ કહે છે, 'અગર કિસી ચીજ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશીશ મેં લગ જાતી હૈ.' દિલ્હી સરકારના સંબંધિત વિભાગોએ કેજરીવાલની એડની આ લાઈનને સર્ટિફાઇ કરવાનો ઇન્કાર કર્યો હતો.

આશરે ત્રણ મિનિટની જાહેરાતમાં સીએમ કેજરીવાલ કહી રહ્યા છે કે, 'ગત ત્રણ વર્ષમાં દિલ્હીમાં ભ્રષ્ટાચારમાં ખૂબ જ ઘટાડો થયો છે...હવે એક એક પૈસો લોકોના વિકાસ માટે ખર્ચ થાય છે...ખૂબ વિઘ્નો આવ્યા, પરંતુ તમારા હક માટે અમે દરેક મુશ્કેલી સામે લડ્યા. ભગવાને હંમેશા સાથ આપ્યો. જ્યારે તમે સત્ય અને ઈમાનદારીના રસ્તા પર ચાલો છો ત્યારે, બ્રહ્માંડની આખી દ્રશ્ય અને અદ્રશ્ય શક્તિ તમારી મદદ કરે છે.'

કેજરીવાલે કહ્યું શું ભગવાન આપશે આ લાઈનને મંજૂરી?

સંબંધિત વિભાગોએ આ એડની લાઈનને લઈને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો હવાલો આપ્યો હતો. જ્યારે કેજરીવાલ સરકારે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને સીએમના સંદેશને અટકાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓના વલણ પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે કહ્યું કે, શું ભગવાન હવે આ લાઈનને ક્લિયર કરશે?
Loading...

સીએમએ કહ્યું કે તેઓ અધિકારીઓના આવા વલણથી ખૂબ જ દુઃખી છે. દિલ્હી સરકારનું કોઈ એવું કામ નથી જેમાં આ લોકો વચ્ચે ન આવ્યા હોય. આ મામલાને લઈને ગઈકાલે સીએમ હાઉસમાં બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં કોઈ સમાધાન મળ્યું ન હતું.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...