દિલ્હીની સ્કૂલોમાં દેશભક્તિ પાઠ્યક્રમ આજથી શરૂ, તમે પણ જાણો શું છે તેમાં ખાસ?
જેથી ખોટા પુરાવાઓ ના આધારે ખાનગી શાળામાં પ્રવેશ મેળવવો નહીં. ખોટા દસ્તાવેજો દ્વારા પ્રવેશ મેળવનાર વાલી સામે પોલીસ ફરિયાદ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે. મહત્વનુ છે કે બે વર્ષ અગાઉ RTE હેઠળ 60થી વધુ વાલીઓએ ખોટા દસ્તાવેજ આધારે પ્રવેશ મેળવતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
Deshbhakti curriculum in Delhi Schools: દેશભક્તિ પાઠ્યક્રમ એક્ટિવિટી આધારિત હશે અને તેની કોઈ પરીક્ષા નહીં લેવાય
નવી દિલ્હી. આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકાર (AAP Government) સ્ટુડન્ટ્સમાં દેશભક્તિની (Patriotism) ભાવના જગાડવા માટે આજથી એટલે કે મંગળવારથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ સ્કૂલોમાં દેશભક્તિ પાઠ્યક્રમ (Patriotic curriculum in Delhi Schools) લાગુ કરી રહી છે. દિલ્હી સચિવાલયમાં પોતાના સ્વાતંત્રતા દિવસના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું હતું કે પાઠ્યક્રમ ગતિવિધિ આધારિત હશે અને તે સ્વતંત્રતા સેનાની ભગત સિંહને શ્રદ્ધાંજલિ હશે.
'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના એક રિપોર્ટ મુજબ, કેજરીવાલે કહ્યું હતું કે, દેશભક્તિ પાઠ્યક્રમ (Deshbhakti curriculum) સ્વતંત્રતા સેનાઓના સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે અને સ્વતંત્રતા દિવસનો સમારોહ સ્કૂલોમાં પ્રતીકાત્મક નહીં રહે, પરંતુ હવે તેનો વાસ્તવિક અર્થ હશે. તેમણે કહ્યું કે, તેમાં એવું કંઈ નથી જેના માટે ગોખવાની આવશ્યક્તા હોય. બાળકોને રાષ્ટ્રની કહાણીઓ વિશે જણાવવામાં આવશે, રાષ્ટ્ર પ્રત્યે તેમની જવાબદારીઓ અને કર્તવ્યો વિશે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે અને તેઓ તેમાં કેવી રીતે યોગદાન આપી શકે છે.
કેજરીવાલે 2019માં 73મા સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિ પાઠ્યક્રમ માટે વિઝનની ઘોષણા કરી હતી. સરકાર દ્વારા નિયુક્ત પેનલ દ્વારા પ્રસ્તુત દેશભક્તિ પાઠ્યક્રમની રૂપરેખાને આ વર્ષે 6 ઓગસ્ટે રાજ્ય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (SCIRT)ની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જ્યારે સ્કૂલ ફિઝિકલ ઉપસ્થિતિ માટે પૂરી રીતે ખુલશે તો દેશભક્તિ પાઠ્યક્રમ સ્કૂલોમાં નર્સરીથી ધોરણ-12 સુધી દરેક ધોરણમાં લાગુ કરવામાં આવશે. હાલ ધોરણ-9થી ધોરણ-12ના સ્ટુડન્ટ્સને જ ફિઝિકલ ક્લાસિસ માટે સ્કૂલોમાં જવાની મંજૂરી છે.
દેશભક્તિ પાઠ્યક્રમોની તમામ વાતો અહીં જાણો...
1. પાઠ્યક્રમ રોટ લર્નિંગ પર આધારિત નહીં હોય અને કોઈ પરીક્ષા નહીં લેવાય. 2. પાઠ્યક્રમ એક્ટિવિટી આધારિત હશે અને સ્ટુડન્ટ્સને સ્વતંત્રતા તથા રાષ્ટ્રના ગૌરવની કહાણીઓ સંભળાવવામાં આવશે. બાળકોને રાષ્ટ્ર પ્રત્યે તેમની જવાબદારી અને કર્તવ્યો વિશે જાગૃત કરવામાં આવશે. 3. સ્ટુડન્ટ્સ પોતાની જવાબદારીઓને પૂરી કરવા અને દેશની પ્રગતિમાં યોગદાન આપવા તૈયાર રહેશે. 4. સરકારના એક નિવેદન મુજબ, દેશભક્તિ પાઠ્યક્રમ ફ્રેમવર્કના ઉદ્દેશ્ય બંધારણીય મૂલ્યો પ્રત્યે સન્માનની ઊંડી ભાવના વિકસિત કરવી અને મૂલ્યો તથા કાર્યોની વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. 5. પાઠ્યક્રમના શુભારંભ દરમિયાન જાહેર એક અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમના દૈનિક જીવનમાં સમાનતા અને બંધુત્વ જેવા મૂલ્યોને જોડવાની બહુ ઓછી શક્યતા છે. દેશભક્તિ પાઠ્યક્રમ આ મૂલ્યોની ઊંડી સમજ ઊભી કરવા અને બાળકોના વ્યવહારનો હિસ્સો બનવાનો પ્રયાસ કરે છે. તેથી સ્કૂલની બહાર બાળકોના જીવન સાથે જોડાવા ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર