Home /News /national-international /31 જાન્યુઆરી સુધી યૂકેથી દિલ્હી આવનારા દરેક યાત્રીઓને રહેવું પડશે 14 દિવસ ક્વૉરન્ટીન
31 જાન્યુઆરી સુધી યૂકેથી દિલ્હી આવનારા દરેક યાત્રીઓને રહેવું પડશે 14 દિવસ ક્વૉરન્ટીન
31 જાન્યુઆરી સુધી યૂકેથી દિલ્હી આવનારા દરેક યાત્રીઓને રહેવું પડશે 14 દિવસ ક્વૉરન્ટીન (પ્રતિકાત્મક તસવીર)
હવે 31 જાન્યુઆરી સુધી જે પણ યાત્રીઓ યૂકેથી દિલ્હી આવશે તેમને 14 દિવસ માટે ક્વૉરન્ટીન (Quarantine) રહેવું પડશે. દિલ્હી સરકારે આ નિર્ણય કોરોના વાયરસનાં નવાં સ્ટ્રેનનાં વધતા સંક્રમણને જોઇને લીધો છે.
નવી દિલ્હી: દિલ્હી સરકાર (Delhi Government)એ યૂનાઇટેડ કિંગડમ (United Kingdom)થી દિલ્હી આવનારા યાત્રીઓ માટે નિર્દેશ જારી કર્યા છે. હવે 31 જાન્યુઆરી સુધીમાં જે પણ યાત્રીઓ યૂકેથી દિલ્હી આવશે, તેમને 14 દિવસ સુધી ક્વૉરન્ટીન (Quarantine) રહેવું પડશે. દિલ્હી સરકારે આ નિર્ણય કોરોના વાયરસનાં નવાં સ્ટ્રેનનાં વધતા સંક્રમણને જોતા કર્યો છે. આપને યાદ અપાવી દઇએ કે, કેન્દ્ર સરકારે યૂકે આવતી જતી તેની ફ્લાઇટ્સ પર એક અઠવાડિયાની રોક લગાવી દીધી છે. અને તે બાદ પછી ત્યાંથી હવાઇ યાત્રીઓને મંજૂરી આપવામાં આવી છે. પહેલી જ ફ્લાઇટમાં આવેલાં મુસાફરોમાં ત્રણ યાત્રીઓ નવાં સ્ટ્રેન (New Strain)થી સંક્રમિત મળ્યાં. હવે કેજરીવાલ સરકારે સંક્રમણને રોકવાનાં ઉપાય મુજબ યૂકેથી આવનારા દરેક યાત્રીઓને અનિવાર્ય રૂપથી 14 દિવસ માટે ક્વૉરન્ટીનમાં મોકલવાની તારીખ 31 જાન્યુઆરી સુધી વધારી દીધી છે.
Delhi government extends till January 31 its order pertaining to 14-day quarantine for passengers arriving in Delhi from the United Kingdom
આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં સંક્રમણ મળવાનાં નવાં પ્રકાર સાર્સ- COV-2થી ભારતમાં સં ક્રમિતોની સંખ્યા વધી 109 પર પહોંચી ગઇ છે. ગુરૂવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી હતી. બુધવારે આ સંખ્યા 102 હતી. જ્યારે 11 જાન્યુઆરી સુધી આ સ્ટ્રેનથી સંક્રમિતોની સંખ્યા 96 હતી. બુધવારનાં મંત્રાલયે કહ્યું હતું કે, અન્ય નમૂનાની તપાસ જીનોમ સીક્વન્સથી થઇ રહી છે. જેની સાતે જ સ્થિતિ પર સાવધાની રાખવામાં આવી છે. રાજ્યમાં સતત સર્વે, કન્ટેનમેન્ટ, ટેસ્ટિંગ અને નમૂનાઓ INSACOG (ઇન્ડિયન સાર્સ-COV-2 જીનોમિક્સ કનસોર્ટિયમ) લેબમાં મોકલવા જણાવવામાં આવી રહ્યું છે.
આ દેશોમાંથી આવેલાં લોકોમાં જોવા મળ્યું સંક્રમણ- સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કોરોના વાયરસનાં નવાં વેરિએન્ટથી જે લોકો પોઝિટિવ આવ્યાં ચે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યાં છે. કારણ કે નવો વાયરસ વધુ સંક્રમક છે. તેથી દરેક વ્યક્તિઓ એક રૂમમાં આઇસોલેટ કરવામાં આવ્યાં છે. અને સંબંધિત રાજ્ય સરકારે તેતમને જરૂરી સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ આપી છે.
બ્રિટનવાળા નવાં મ્યૂટેન્ટ સ્ટ્રેન અંગે ઘણાં દેશોએ તેમનાં ત્યાં સંક્રમણની પુષ્ટિ કરી છે. જેમાં ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિટઝરલેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન અને સિંગાપુર શામેલ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર