Home /News /national-international /

દિલ્હીમાં સસ્તું થયું પેટ્રોલ, કેજરીવાલ સરકારે ઘટાડ્યો વેટ, જાણો નવો ભાવ

દિલ્હીમાં સસ્તું થયું પેટ્રોલ, કેજરીવાલ સરકારે ઘટાડ્યો વેટ, જાણો નવો ભાવ

દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત જાહેર.

Petrol price in Delhi: દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ 30 ટકાથી ઘટાડીને 19.40 ટકા કરી છે.

    નવી દિલ્હી : કેજરીવાલ સરકારે (Kejriwal Government) ડિસેમ્બરના પ્રથમ દિવસે દિલ્હીની (delhi) જનતાને એક શાનદાર ભેટ આપી છે. દિલ્હી સરકારે કેબિનેટની બેઠકમાં પેટ્રોલ (petrol price in Delhi) પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હવે દિલ્હીમાં પેટ્રોલ સસ્તું થશે. પેટ્રોલની કિંમતમાં ઘટાડો થવાથી દિલ્હીના લોકોને રાહત મળશે. દિલ્હીમાં હવે પેટ્રોલ 8 રૂપિયા સસ્તું થયું છે. દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ 30 ટકાથી ઘટાડીને 19.40 ટકા કરી છે. દિલ્હીમાં પહેલા પેટ્રોલ 103 રૂપિયા પ્રતિ લીટર હતું જે હવે 95 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.

    પહેલા જ સીએમ કેજરીવાલે આ અંગે નિવેદન આપ્યુ હતુ

    જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલા કહ્યું હતું કે, અમે વેટ ઘટાડીશું, ગણતરી ચાલી રહી છે, અમે જે પણ કરીશું, અમે નક્કર કરીશું. આ ક્યાં સુધી કરવામાં આવશે તેના જવાબમાં, સીએમએ કહ્યું હતું કે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ તેની તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. જોકે, અત્યાર સુધી યુપી અને હરિયાણામાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ દિલ્હીમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

    આ પણ વાંચો - આનંદો! ઝડપથી સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, સરકાર ભરી રહી છે મોટું પગલું

    જાણો પહેલા અને આજના ભાવમાં ફેર

    જણાવી દઈએ કે, સરકારી ઓઈલ કંપનીઓએ (IOCL) પેટ્રોલ ડીઝલના નવા દરો (Petrol Diesel Price Today) જારી કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાહેર કરાયેલા દરો પરથી જાણવા મળ્યું છે કે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલ 86.57 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓ (IOCL) એ આજે ​​પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી.

    આ પણ વાંચો - LPG Cylinder Price: મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 100 રૂપિયાનો વધારો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Aarvind kejriwal, Petrol price, દિલ્હી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन