Delhi Night Curfew: દિલ્હીમાં આજથી નાઇટ કર્ફ્યૂ, રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ

ફાઇલ તસવીર.

Delhi Night Curfew News: કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસનું સંક્રમણ હવે બેકાબૂ થઈ ગયું છે. વધી રહેલા કેસોને જોઈને દિલ્હી સરકારે (Delhi Government) શહેરમાં નાઇટ કર્ફ્યૂ (Night curfew) લગાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે રાજધાનીમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. આ આદેશ 30મી એપ્રિલ સુધી લાગૂ રહેશે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગતિવિધિ પ્રતિબંધિત રહેશે. સાથે જ અવરજવર પર પ્રતિબંધ રહેશે.

    દિલ્હી સરકારનો આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે. જોકે, જીવન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના ટેસ્ટનો પોઝિટિવ રેટ પણ પાંચ ટકાથી ઉપર ચાલ્યો ગયો છે, આને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહી છે. જોકે, લૉકડાઉન લગાવવાનો કોઈ વિચાર નથી.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતે અમુક શહેરોમાં નાઇક કર્ફ્યૂ લગાવી દીધો છે. મહારાષ્ટ્રની હાલત સૌથી વધારે ખરાબ છે. જોકે, દિલ્હીમાં હજુ સુધી બેડની અછત નથી. પરંતુ જે રીતે કેસ વધી રહ્યા છે તેનો જોઈને આગામી દિવસોમાં દિલ્હીની મુશ્કેલી વધી શકે છે.

    આ પણ વાંચો: દુબઈ: મહિલાઓએ ઘરની બાલ્કનીમાં પબ્લિસિટી માટે કરી આવી ગંદી હરકત, પોલીસે કરી ધરપકડ

    નાઇટ કર્ફ્યૂની સફળતા અંગે અલગ અલગ અભિપ્રાય

    બીજી તરફ નાઇટ કર્ફ્યૂની સફળતાને લઈને સરકારો વચ્ચે અલગ અલગ અભિપ્રાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 15 માર્ચના રોજ તમામ રાજ્યોને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છ કે નાઇટ કર્ફ્યૂ કે પછી અઠવાડિયાના અંતે લગાવવામાં આવતા કર્ફ્યૂથી કોઈ ખાસ ફાયદો નથી થતો. આવી સ્થિતિમાં સ્થાનિક તંત્રએ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવું જોઈએ.

    આ પણ વાંચો: Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં તેજી, ફટાફટ જાણો આજનો ભાવ

    દેશમાં કોરોનાનો કહેર યથાવત

    દેશમાં કોરોના (India Coronavirus)નો કહેર યથાવત રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96,982 કેસ નોંધાયા છે. જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે. સોમવારે દેશમાં ઑલ ટાઇમ હાઇ એક લાખથી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,143 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારી (Corona Pandamic)ને પગલે 446 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

    આ પણ વાંચો: સુરત: કચરો ભરવાની ગાડીમાં વેન્ટિલેટર લાવીને SMC શું સાબિત કરવા માંગે છે? જરા શરમ કરો



    દેશમાં હાલ કોરોના વાયરસના 7,88,223 કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 1,26,86,049 થઈ છે. બીજી તરફ કુલ 1,117,32,279 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને પગલે અત્યારસુધી કુલ 1,65,547 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ સાજા થવાનો દર 92.5 ટકા છે, જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ 8.31 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

    છેલ્લા 24 કલાકમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 47,288 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 155 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેની સામે 26,252 લોકો સાજા થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 56,033 થઈ છે. મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢમાં 44 અને પંજાબમાં 72 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: