કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હીમાં 11 હજાર Hotspotsથી ફ્રી WiFi મળશે

News18 Gujarati
Updated: December 4, 2019, 2:26 PM IST
કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હીમાં 11 હજાર Hotspotsથી ફ્રી WiFi મળશે
અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત ચાર હજાર વાઈફાઈ હૉટસ્પૉટ બસ સ્ટેશનો પર લગાવવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી : રાજધાની નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) બુધવારે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની મહત્વકાંક્ષી યોજના "ફ્રી વાઈફાઈ"ની જાહેરાત કરતા કહ્યુ કે, દિલ્હીમાં 11 હજાર વાઈફાઈ હૉટસ્પૉટ (WiFi Hotspot) બનાવવામાં આવશે. આ કામ 16મી ડિસેમ્બરથી શરૂ થશે. દર અઠવાડિયે 500 વાઈફાઈ હૉટસ્પૉટ લગાવવામાં આવશે. છ મહિનાની અંદર 11 હજાર હૉટસ્પૉટ પરથી ફ્રી વાઇફાઇની સુવિધા શરૂ કરવામાં આવશે.

બસ સ્ટૉપથી લઈને બજારોમાં સુવિધા મળશે

સીએમ કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત ચાર હજાર વાઇફાઇ હૉટસ્પૉટ બસ સ્ટૉપ્સ પર લગાવવામાં આવશે. જ્યારે સાત હજાર હૉટસ્પૉટ બજારોમાં અગત્યના સ્થળો પર લગાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જાણકારી આપી હતી કે આ યોજના પાછળ આશરે 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

હૉટસ્ટૉપ 50 મીટર રેન્જમાં કામ કરશે

દિલ્હીમાં વાઈફાઈ લગાવવા માટે કેબિનેટની મંજૂરી તેમજ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. કેબિનેટે આઠમી ઓગસ્ટના રોજ ચાર હજાર બસ સ્ટૉપ અને દરેક વિધાનસભા વિસ્તારમાં 100 હૉટસ્પૉટ લગાવવાની મંજૂરી આપી હતી. આ યોજનાનો લાભ એ જ લોકો લઈ શકશે જે હૉટસ્પૉના 50 મીટરની રેન્જમાં હશે. આ માટે સરકાર દર વર્ષે આશરે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

200 mbpsની ઝડપ હશે

કહેવામાં આવી રહ્યું છે કે વાઈફાઈની મહત્તમ ઝડપ 200 અને લઘુતમ ઝડપ 100 એમબીપીએસ હશે. એક હૉટસ્પૉટ પરથી 100 લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. આ માટે એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનને બહુ ઝડપથી રજૂ કરવામાં આવશે. ફ્રી વાઈફાઈના ઉપયોગ માટે KYC અથવા OPT વિકલ્પ આપવામાં આવશે. જે લોકો વાઈફાઈની 50 મીટરની રેન્જમાં હશે તે લોકો આપોઆપ જોડાઈ જશે.
First published: December 4, 2019, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading