Home /News /national-international /

'S.E.X'વાળા ટુ વ્હીલરના કારણે યુવતીનું ઘરની બહાર નીકળવું થયું મુશ્કેલ, જાણો મામલો

'S.E.X'વાળા ટુ વ્હીલરના કારણે યુવતીનું ઘરની બહાર નીકળવું થયું મુશ્કેલ, જાણો મામલો

વાહનની નંબર પ્લેટ એટલી વિચિત્ર આવી કે યુવતી માટે શરમનું કારણ બની ગઈ

Delhi news: યુવતીને આ નંબર મળ્યો કે, લોકોએ જોયા બાદ મજાક ઉડાવવાની શરૂ કરી દેતા હવે પરિવાર માટે આ વાહન મુસીબત બની ગયુ છે.

    નવી દિલ્હી: જરા વિચારો કે તમારી નવી ગાડીનો નંબર જ તમારા માટે મુસીબત અને શરમનું કારણ બની જાય તો તમે શું કરો? આવું જ કાંઈક દિલ્હીમાં (Delhi) એક યુવતી સાથે થયું છે. વાત જાણે એમ છે કે, આ યુવતીનો ગત મહિને જન્મદિવસ હતો અને પિતાએ બર્થડે ગિફ્ટમાં ટુ વ્હીલર આપ્યું હતુ. જેની નંબર પ્લેટ (S.E.X number plate in Delhi) એટલી વિચિત્ર આવી કે યુવતી માટે શરમનું કારણ બની ગઈ.

    યુવતીને મેટ્રોમાં કોલેજ જવામાં લાગતો હતો ઘણો સમય

    આ ઘટના દિલ્હીની છે, જ્યાં યુવતી હવે આ સ્કૂટી પર બહાર નીકળવા જ માંગતી નથી. યુવતી ફેશન ડિઝાઈનની વિદ્યાર્થીની છે. તે જનકપુરીથી નોઈડાની મુસાફરી દિલ્હી મેટ્રોથી કરે છે. મુસાફરીમાં લાગતા વધુ સમયના કારણે તથા ભીડથી બચવા તેણે પપ્પા પાસે ટુ વ્હીલરની માંગણી કરી હતી. પપ્પાએ પણ એક વર્ષ બાદ તેની માગણી સંતોષી અને તેના જન્મદિવસ નિમિત્તે યુવતીને ટુ વ્હીલર ભેટમાં આપ્યુ હતુ. યુવતીની સ્કૂટીને આરટીઓ તરફથી જે નંબર મળ્યો તેની વચ્ચેના અંકોમાં SEX આલ્ફાબેટ્સ હતા.

    નંબર પ્લેટ જોઇને લોકો ઉડાવે છે મજાક

    સ્કૂટીનો રજિસ્ટ્રેશન નંબર DL 3 SEX**** છે. હવે આ કારણસર આવતા જતા લોકો આ સ્કૂટીને જોઈને કોઇપણ નિવેદનો કરે છે. જેવો યુવતીને આ નંબર મળ્યો કે, લોકોએ જોયા બાદ મજાક ઉડાવવાની શરૂ કરી દેતા હવે પરિવાર માટે આ વાહન મુસીબત બની ગયુ છે.

    આ પણ વાંચો - 'ભાઈ, મારું એકાઉન્ટ પણ ચાલુ કરાવી દે' પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બન્યા બાદ વાયરલ થઈ રહ્યાં છે જોરદાર મીમ્સ

    આશરે દસ હજાર વાહનોની છે આવી સિરીઝ

    યુવતીએ પિતાને આ નંબર બદલવાની વાત કરી. દિલ્હી આરટીઓના એક અધિકારી સાથે વાત કરતા તેમણે આ મામલે કહ્યું કે, લગભગ દસ હજાર ગાડીઓને આ સિરીઝના નંબર અલોટ થયા છે. લોકોની વિચિત્ર કોમેન્ટથી યુવતીનું હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

    આ પણ વાંચો - પૂરના પાણીથી બચવા માટે માણસે કર્યો અદ્ભુત જુગાડ, લોકોએ કહ્યું, 'ચાચા ચૌધરી કરતાં પણ છે તેજ મગજ!'

    યુવતી નંબર પ્લેટ બદલવા માંગે છે પરંતુ સવાલ એ છે કે, શું એ શક્ય છે ખરું? નેશનલ ચેનલના એક રિપોર્ટર મુજબ કમિશનર ઓફ દિલ્હી ટ્રાન્સપોર્ટ કે.કે દહિયાએ કહ્યું કે, એકવાર ગાડીને નંબર પ્લોટ અલોટ થયા બાદ તેને બદલવાની હવે કોઈ જોગવાઈ નથી. કારણ કે, આ આખી પ્રક્રિયા એક સેટ પેટર્ન પર ચાલે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Viral, દિલ્હી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन