Home /News /national-international /અંજલિની મિત્ર નિધિને લઈને મોટો ઘટસ્ફોટ! ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે, જામીન પર બહાર છે... અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ

અંજલિની મિત્ર નિધિને લઈને મોટો ઘટસ્ફોટ! ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે, જામીન પર બહાર છે... અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ

અંજલિની મિત્ર નિધિને લઈને મોટો ઘટસ્ફોટ!

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, નિધિ તેલંગાણાથી ટ્રેન દ્વારા આગ્રા રેલવે સ્ટેશન પહોંચી, જ્યાં તેની 6 ડિસેમ્બર, 2020 ના રોજ ધરપકડ કરવામાં આવી. તેની સાથે સમીર અને રવિ નામના બે છોકરાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

  નવી દિલ્હીઃ સુલતાનપુરી-કાંઝાવાલા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવી નવી બાબતો સામે આવી રહી છે. હવે આ કેસની એકમાત્ર સાક્ષી નિધિ વિશે જાણવા મળ્યું છે કે ડ્રગ્સ (NDPS) કેસમાં તેની વર્ષ 2020માં આગરામાં ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, નિધિ તેલંગાણાથી ટ્રેન દ્વારા આગ્રા રેલવે સ્ટેશન પહોંચી, જ્યાં તેની 6 ડિસેમ્બર, 2020 ના રોજ ધરપકડ કરવામાં આવી. તેની સાથે સમીર અને રવિ નામના બે છોકરાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં નિધિ જામીન પર બહાર છે. તમને જણાવી દઈએ કે નિધિ 20 વર્ષની યુવતી અંજલિ સિંહની મિત્ર છે જેણે કાંઝાવાલા રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

  બંને 1-2 જાન્યુઆરી દરમિયાન રાત્રે સ્કૂટી પર સવાર હતા, જેને બલેનો કારે ટક્કર મારી હતી અને પછી અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી. કારે તેને 12 કિલોમીટર સુધી ઢસેડી હતી. ગઈ હતી. તેની લાશ રોડ પર પડેલી મળી આવી હતી, શરીર પર કોઈ કપડા નહોતા અને આખા શરીરે ગંભીર ઈજાના નિશાન હતા. અકસ્માતમાં નિધિને સામાન્ય ઈજા થઈ હતી. તે મોડી રાત્રે તેના ઘરે પહોંચી હતી અને તેની માતાને અકસ્માત વિશે જણાવ્યું હતું, પરંતુ નિધિના સંબંધીઓ અને પોલીસને જાણ કરી ન હતી. પોલીસે અકસ્માતના માર્ગ અને ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ શોધી કાઢ્યા હતા, જેમાં નિધિ અને અંજલી સ્કૂટી પર સાથે જોવા મળી હતી. ત્યારબાદ પોલીસે નિધિની પૂછપરછ શરૂ કરી હતી.

  આ પણ વાંચોઃ બોલિવૂડમાં 99 ટકા લોકો ડ્રગ્સ લેતા નથી: યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી સુનીલ શેટ્ટીએ કરી આ ભલામણ

  સાતમા આરોપી અંકુશ ખન્નાએ કર્યું સરેન્ડર, ધરપકડ કરવામાં આવ્યો
  દિલ્હી પોલીસે આ કેસમાં સાતમા આરોપી અંકુશ ખન્નાની ધરપકડ કરી છે. અંકુશે શુક્રવારે સાંજે સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હી સરકારે પીડિત પરિવારની મદદ માટે 10 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. 3 જાન્યુઆરીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત અંજલિ સિંહના પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. દરમિયાન, અંજલિના મિત્ર હોવાનો દાવો કરતા એક યુવકે ન્યૂઝ18 ઈન્ડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તે 31 ડિસેમ્બર, 2022ની રાત્રે અંજલિ અને તેના અન્ય મિત્રો સાથે હોટેલમાં હાજર હતો. યુવકે ન્યૂઝ 18 ઈન્ડિયા પર હોટેલમાં તે રાત્રે શું થયું તેની આખી કહાણી જણાવી.

  અંજલિના એક મિત્રએ તે રાત્રે હોટેલમાં શું થયું તે જણાવ્યું


  પોતાને અંજલિની મિત્ર ગણાવનાર યુવકના કહેવા પ્રમાણે, 'હું અંજલિ સાથે ઘણા સમયથી વાત કરતો નહોતો. હું તેને 2 વર્ષથી ઓળખું છું. અમારી બંને વચ્ચે ઝઘડો થયો. તે દિવસે મને પાર્ટીમાં આવવા માટે તેના તરફથી 6-7 ફોન આવ્યા. એક છોકરો મને લેવા આવ્યો, પછી હું હોટેલ પર પહોંચ્યો. બે રૂમ બુક કરાવ્યા હતા, પાર્ટી ચાલી રહી હતી, બધા પી રહ્યા હતા. અંજલિ અને નિધિ વચ્ચે પૈસાને લઈને વિવાદ શરૂ થયો. નિધિ અંજલિ પાસે તેના પૈસાની માંગણી કરતી હતી. આ જોઈને બંનેએ એકબીજા સાથે ઝઘડો કર્યો હતો. હું અને ત્યાં હાજર અન્ય છોકરાઓએ અંજલિ અને નિધિને અલગ કર્યા. બંનેને કહ્યું કે તેઓ શા માટે લડે છે. પછી બંને હોટેલમાંથી નીકળીને નીચે ગયા. નિધિએ ત્યાં પણ એક સીન બનાવ્યો. અંજલિ તેને સમજાવતી હતી. બંને એક જ સમયે ત્યાંથી સ્કૂટી પર નીકળ્યા. હોટોલના સ્ટાફે તેના વિશે જણાવ્યું. હું લગભગ 2 કે 2:30 વાગ્યે નીકળ્યો. સમાચાર જોયા પછી મને અકસ્માતની જાણ થઈ.


  સીસીટીવી ફૂટેજ પરથી પોલીસને નિધિ વિશે જાણકારી મળી હતી


  દિલ્હી પોલીસ દ્વારા હોટેલના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે અંજલિ અને નિધિ બહાર પાર્ક કરેલી સ્કૂટી પાસે આવે છે, અહીં પણ બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ, પછી બંને સ્કૂટી પર બેસીને ચાલ્યા ગયા. મીડિયામાં નિધિએ આપેલા નિવેદન મુજબ, અંજલિ ખૂબ જ નશામાં હતી અને સ્કૂટી ચલાવવાની હાલતમાં નહોતી. નિધિના કહેવા પ્રમાણે, જ્યારે કાર તેની સ્કૂટી સાથે અથડાઈ ત્યારે બંને નીચે પડી ગયા. નિધિ ભાગી ગઈ જ્યારે અંજલિ કારની નીચે આવી ગઈ. કારમાં સવાર આરોપીઓને ખબર હતી કે યુવતી નીચે ફસાઈ ગઈ છે, તેમ છતાં તેઓએ કાર રોકવાને બદલે સ્પીડ વધારી દીધી. અંજિલ કારની નીચે ફસાઈ ગઈ અને રસ્તા પર ઢસેડાતી રહી. પકડાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ ડરી ગયા હતા તેથી કારમાંથી નીચે ન ઉતર્યા અને ભાગી જવાનું વિચાર્યું. તેમને ખબર ન હતી કે છોકરી કારની નીચે ફસાઈ ગઈ છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આરોપીએ કારના ઘણા રાઉન્ડ યુ-ટર્ન પર કાર ચલાવી જેથી નીચે ફસાયેલી છોકરીને બહાર કાઢી શકાય.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Woman death

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन