આ દેશોમાં પૂરી રીતે ફ્રી છે બસ અને ટ્રેન, જ્યાં ઈચ્છો આવો-જાઓ

પ્રતિકાત્મક તસવીર

મોટાભાગના લોકો પોતાની કારનો ઉપયોગ કરે છે. રસ્તાઓ પર ખુબ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

 • Share this:
  દિલ્હીમાં મેટ્રો અને બસની સવારી મહિલાઓ માટે ફ્રી કરવાની જાહેરાત અરવિંદ કેજરીવાલની સરકારે કરી છે. જોકે, આ પ્રયોગ કરનાર દિલ્હી એકલું શહેર નથી. દુનિયાના કેટલાએ દેશોમાં આવું થઈ રહ્યું છે અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ગંભીરતાથી વિચાર ચાલી રહ્યો છે.

  સૌથી પહેલા લક્ઝમબર્ગની વાત કરીએ તો, આ નાનો દેશ ફ્રાંસ, બેલ્ઝિયમ અને જર્મનીથી ઘેરાયેલો છે. અહીંની રાજધાની લક્ઝમબર્ગ સીટીની આબાદી માત્ર સવા લાખ છે. અહીં દેશના અન્ય વિસ્તાર અને પડોસી દેશોમાંથી રોજ ચાર-પાંચ લાખ લોકો નોકરી કરવા લક્ઝમબર્ગ આવે છે. મોટાભાગના લોકો પોતાની કારનો ઉપયોગ કરે છે. રસ્તાઓ પર ખુબ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

  એક જાન્યુઆરીથી બસ, ટ્રેન અને ટ્રામ બિલકુલ ફ્રી
  લક્ઝમબર્ગ સિટીને ટ્રાફિકના મામલામાં દુનિયાનું ખુબ ખરાબ શહેર માનવામાં આવે છે. અહીં દર 1000 લોકોમાં 662 લોકો પાસે કાર છે. હવે તમે સમજી શકો છો કે રસ્તા પર કેવી સ્થિતિ સર્જાતી હશે.

  આને ધ્યાનમાં રાખી આ શહેર એક જાન્યુઆરી 2020થી સાર્વજનિક પરિવહન પ્રણાલીને ફ્રી કરવા જઈ રહી છે. એટલે કે, બસ, ટ્રેન અને ટ્રોમામાં ભાડુ બિલકુલ ફ્રી.

  એસ્તોનિયામાં છ વર્ષથી મફત છે ટ્રેન અને બસ સેવા
  જોકે, આ પ્રયોગ એસ્તોનિયા લગભગ 6 વર્ષથી કરી રહ્યું છે. એસ્તોનિયાની રાઝધાની છે ટોલિન. અહીં વર્ષ 2013થી બસ અને ટ્રેનની મુસાફરી મફત ચલાવવામાં આવી રહી છે.

  બસમાં પૂરો દેશ ફરો અને તે પણ ફ્રીમાં
  એસ્તોનિયાએ ગત વર્ષે એક જુલાઈએ નવો પ્રયોગ શરૂ કર્યો. તેમાં પૂરા દેશમાં આવવા-જવા માટે પરિવહન ફ્રી કરી દેવામાં આવ્યું. 13 લાખની આબાદીવાળા આ દેશના લોકો મફત મુસાફરી કરી શકે છે.

  એસ્તોનિયાની 35 ટકા વસ્તી ગામમાં રહે છે અને તે વૃદ્ધ થઈ રહી છે. સરકાર ગામથી શહેર માટે ફ્રી બસ ચલાવે છે.
  Published by:kiran mehta
  First published: