પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ નિધન, રવિવારે બપોરે અંતિમસંસ્કાર

News18 Gujarati
Updated: August 24, 2019, 6:20 PM IST
પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ નિધન, રવિવારે બપોરે અંતિમસંસ્કાર
અરુણ જેટલી

અરુણ જેટલીએ દિલ્હીની એઇમ્સમાં શનિવાર બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા

  • Share this:
પૂર્વ નાણા મંત્રી એન ભાજપના સિનીયર નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સમાં લાંબી બિમારી બાદ નિધન થયું છે. બપોરે 12.07 વાગ્યે તેઓએ અંતિમ શ્વાસ લીધા. અરુણ જેટલીને થોડા દિવસ પહેલા શ્વાસ લેવાની તકલીફના કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાતું હતું. નોંધનીય છે કે, જેટલી ઘણાં લાંબા સમયથી એક પછી એક બીમારી સામે લડી રહ્યા હતા. તેના કારણે તેઓએ લોકસભા ચૂંટણી 2019માં ભાજપના પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખી મંત્રીમંડળમાં સામેલ ન કરવા માટે આગ્રહ કર્યો હતો.

મંત્રીમંડળમાં સામેલ ન કરવા લખ્યો હતો પત્ર

અરૂણ જેટલીએ નરેન્દ્ર મોદીને પત્રમાં લખ્યું હતું કે 18 મહિનાથી મારું સ્વાસ્થ્ય સારું નથી. મેં ચૂંટણી પ્રચારની તમામ જ જવાબદારીઓ નિભાવી. હવે મારા સ્વાસ્થ્ય અને સારવાર પર ધ્યાન આપવા માંગું છું. મૂળે, જેટલીને એપ્રિલ 2017માં એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ડાયાલિસિસ પર હતા. ત્યારબાદ 14 મે 2018ના રોજ એઇમ્સમાં તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું. તેમની ગેરહાજરીમાં રેલ મંત્રી પીયૂષ ગોયલે નાણા મંત્રાલયની વધારાની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ જેટલીએ 23 ઓગસ્ટ 2018ના રોજ ફરી નાણા મંત્રાલયની જવાબદારી સંભાળી લીધી હતી.

AIIMSની પ્રેસનૉટ

24મી ઓગસ્ટના રોજ એઇમ્સ તરફથી એક પ્રેસ રિલિઝ જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે પૂર્વ નાણા મંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ અરુણ જેટલીનું 24મી ઓગસ્ટે બપોરે 12:07 વાગ્યે નિધન થયું છે. અરુણ જેટલીને નવી દિલ્હી ખાતેની એઇમ્સ ખાતે તારીખ 09મી ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સિનિયર ડોક્ટરોએ તેમની સારવાર કરી હતી.

 

આ પણ વાંચો, અરુણ જેટલીની વિદાય : ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ- પરિવારના સભ્યને ગુમાવી દીધા

કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ થયું સોફ્ટ ટિશ્યૂ સરકોમા

કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ અરુણ જેટલીના ડાબા પગમાં રેયર કેન્સર (સોફ્ટ ટિશ્યૂ સરકોમા) થઈ ગયું. તેમને તેની ટ્રીટમેન્ટ માટે જાન્યુઆરી, 2019માં અમેરિકા જવું પડ્યું, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી. ત્યારબાદ તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેમાં તે ઘણા નબળા દેખાઈ રહ્યા હતા. મૂળે, ભાજપથી રાજ્યસભાના સભ્ય સ્વપ્નદાસ ગુપ્તે કેન્સરીની સારવાર કરાવીને પરત ફરેલા અરુણ જેટલીની મુલાકાત કરી. આ દરમિયાન તેઓએ જેટલીને પોતાનું પુસ્તક પણ આપ્યું. મુલાકાત બાદ ટ્વિટમાં ગુપ્તએ એક તસવીર શેર કરી. જેટલીની આ તસવીર સોશિયલ મીડિયાર પર વાયરલ થઈ ગઈ અને તેમની તબિયતને લઈને અનેક ચર્ચાઓ થવા લાગી. ત્યારબાદ તેઓ લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર અભિયાનમાં સાર્વજનિક મંચો ઉપર પણ જોવા નહોતા મળ્યા.આ પણ વાંચો, જેટલીના પુત્રએ PM મોદીને કહ્યુ- તમે દેશ માટે બહાર ગયા છો, પ્રવાસ રદ ન કરો

ટ્યૂમર રૂપે વિકસિત થાય છે આ રેયર કેન્સર

સોફ્ટ ટિશ્યૂ સરકોમા રેયર કેન્સર છે. એવું ત્યારે થાય છે જ્યારે કોશિકાઓ ડીએનએની અંદર વિકસિત થવા લાગે છે. આ કોશિકાઓમાં ટ્યૂમર રૂપે વિકસિત થયા છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાવા લાગે છે. આ બીમારી શરીરના કોઈ પણ હિસ્સાને પ્રભાવિત કરી શકે છે, ખાસ કરીને ખભા અને પગોને વધુ પ્રભાવિત કરે છે. સર્જરી દ્વારા તેને કાઢી શકાય છે. આ ઉપરાંત રેડિએશન અને કીમોથેરેપી દ્વારા પણ તેની સારવાર શક્ય છે, પરંતુ તેની સાઇઝ, પ્રકાર અને સ્થળ પર આધાર રાખે છે.

આ પણ વાંચો, અરુણ જેટલીએ અંતિમ સમયમાં આ લોકોને યાદ કર્યા

થઈ ચૂકી હતી ગેસ્ટ્રિક બાયપાસ અને હાર્ટ સર્જરી

સપ્ટેમ્બર 2014માં ડાયાબિટીજ મેનેજ કરવા માટે જેટલીની ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. બીજી તરફ, 2005માં હૃદય સાથે જોડાયેલા ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, વિદ્યાર્થી રાજકારણથી નાણા મંત્રાલય સુધી : આવી રહી અરુણ જેટલીની સફર
First published: August 24, 2019
વધુ વાંચો
अगली ख़बर