દિલ્હીમાં ધૂળની ડમરી સાથે હળવા વરસાદની આગાહી

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટની આગાહી દિલ્હી એનસીઆર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

News18 Gujarati
Updated: June 6, 2019, 3:42 PM IST
દિલ્હીમાં ધૂળની ડમરી સાથે હળવા વરસાદની આગાહી
દિલ્હી અને NCRમાં હળવા વરસાદની આગાહી છે.
News18 Gujarati
Updated: June 6, 2019, 3:42 PM IST
ન્ચૂઝ 18 ગુજરાતી : દિલ્હી અને એનસીઆર સહિતના આસપાસના વિસ્તારોમાં આજે ધૂળની ડમરી સાથે હળવા વરસાદની આગાહી છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીર પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ઉત્તર રાજસ્થાન અને પાડોશી રાજ્યો પંજાબ તેમજ હરિયાણામાં પ્રેશર સર્જાયું છે.

આ સિસ્ટમના કારણેના દિલ્હી અને આસપાસના વિસ્તાર નોઇડા, ગુરૂગ્રામ, ગાઝિયાબાદ અને ફરિદાબાદમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. આ સાથે જ દિવસ દરમિયાન હળવા વરસાદના ઝાપટા પણ પડી શકે છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના કોલ્હાપુર, સાંગલી, સતારામાં વરસાદ

જોકે, આ વાતાવરણના પગલે વિસ્તારના તાપમાનમાં વધારો કે ઘટાડો થવાની શક્યતા નહિવત્ત છે. જો દિવસ દરમિયાન વરસાદ ન થાય તો દિલ્હીના તાપમાનમાં વધારો પણ નોંધાઈ શકે છે. આગામી 7મી તારીખ સુધીમાં સમગ્ર વિસ્તારમાં ઉત્તરમાંથી સુકા અને ગરમ પવનો ફૂંકવાના વકી છે. આ પવનો ફૂંકાવાના પગલે દિલ્હીના ટેમ્પરેચરમાં વધારો નોંધાઈ શકે છે.

આ પણ વાંચો :  કેરળ નજીક પહોંચ્યું ચોમાસું, 8મી જૂને વરસાદ પડવાની સંભાવના

બપોર સુધીમાં દિલ્હીમાં દક્ષિણના પવનોના કારણે તાપમાનમાં સહેજ ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે 40 ડિગ્રી જેટલુમ મહત્તમ તાપમાન નોંધાયું છે. જોકે, સ્કાયમેટ મુજબ આગામી બે દિવસમાં દિલ્હીના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આવતીકાલથી ફરીથી ગરમ અને સૂકા પવનો ફૂંકાવાના કારણે આગામી 3-4 દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારની પ્રિ- મોનસૂન એક્ટિવિટી જોવા નહીં મળે.
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...