Home /News /national-international /

દિલ્હીમાં યમુનાએ ભયજનક સપાટી વટાવી, લોહા પુલ બંધ કરાયો, અનેક ટ્રેનો રદ

દિલ્હીમાં યમુનાએ ભયજનક સપાટી વટાવી, લોહા પુલ બંધ કરાયો, અનેક ટ્રેનો રદ

ફાઇલ તસવીર

દેશની રાજધાની દિલ્હીમાં યમુના નદીનું પાણી ભયજનક સપાટીના નિશાનની ઉપર પહોંચી ગયું છે.

    દેશની રાજધાની દિલ્હીમાં યમુના નદીનું પાણી ભયજનક સપાટીના નિશાનની ઉપર પહોંચી ગયું છે. સ્થિતિ ઉપર નજર રાખવા માટે અધિકારીઓએ પૂર નિયંત્રણ રૂમ અને વિપત્તી કેન્દ્ર બનાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જૂના યમુના પુલ ઉપર ટ્રાફિક બંધ કરવામાં આવ્યું છે. કારણ કે નદીનું જળસ્તર વધી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી છે અને સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી.

    બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. ભારે વરસાદ પછી યમુના નદીમાં જળસ્તર વધવા ઉપર સમીક્ષા કરી હતી. લોહાપુલ પાસે યમુના નદીમાં પાણીનું સ્તર 205.53 મીટરને સ્પર્શી ગયું છે. પાણી ભયજનક નિશાનને ઉપર વટાવી જતા લોહા પુલને બંધ કરવામાં આવ્યો છે. લોહા પુલ બંધ થવાથી રેલ આવન-જવન ઉપર ખરાબ અસર પડી રહી છે. 27 ટ્રેનોને રદ્દકરવામાં આવી છે જ્યારે 7 ટ્રેનોનો રૂટ બદલવાની ફરજ પડી છે.



    પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને યમુના કિનારે રહેનારા લોકોને સુરક્ષિત સ્થાન ઉપર જવા માટે આદેશ આપ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે લોકોને હટાવવાની શરૂઆત કરાવમાં આવી છે. પરંતુ સેલ્ટર હોમની અછતના કારણે અનેક લોકોને રસ્તાની બાજુમાં રહેવા મજબૂર થયા છે.



    પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહેલા એક વ્યક્તિએ કહ્યું કે, અમારા માટે શું થઇ રહ્યું છે. એ દરેક લોકો જોઇ રહ્યા છે. પૂર આવ્યા બાદ જ્યારથી અમે અમારું ઘર છોડ્યું છે. અમને સરકાર તરફથી કોઇ મદદ મળી નથી. અમને રસ્તાઓ ઉપર રહેવા માટે અહીં છોડી મુક્યા છે. અન્ય એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે લગભગ બધા રેનબસેરા ભરાઇ ગયા છે. સરકારે અમને યમુના કિનારેથી ઘર જોડવા માટે કહ્યું છે. પરંતુ અમને ખ્યાન નતી આવી રહ્યો કે અમે ક્યાં જઇએ.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Flood, Yamuna river

    આગામી સમાચાર