દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગમાં આગ લાગતાં 6 લોકોનાં મોત

News18 Gujarati
Updated: August 6, 2019, 8:56 AM IST
દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગમાં આગ લાગતાં 6 લોકોનાં મોત
આગમાં બીજા લોકો ફસાયા હોવાની આશંકા, દાઝી ગયેલા 11 લોકોમાંથી પાંચની હાલત ગંભીર

આગમાં બીજા લોકો ફસાયા હોવાની આશંકા, દાઝી ગયેલા 11 લોકોમાંથી પાંચની હાલત ગંભીર

  • Share this:
દિલ્હીના જાકિર નગરમાં એક મોટી દુર્ઘટના બની છે. સોમવાર મોડી રાત્રે અહીં એક ચાર માળની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ, જેમાં દાઝી થવાથી 6 લોકોના મોત થયા. બીજી તરફ, અનેક લોકો ઘાયલ હોવાના અહેવાલ છે. આગની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્યમાં લાગી ગઈ. આ દરમિયાન 20 લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આગ કેવી રીતે લાગી તેને લઈને કોઈ જાણકારી નથી. બિલ્ડિંગમાં હજુ લોકો ફસાયા હોવાની આશંકા છે. હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ 11 લોકો આ આગમાં દાઝી ગયા છે, જેમાંથી પાંચની હાલત ગંભીર છે.

મહિલા બીજા માળેથી કૂદી

મળતી જાણકારી મુજબ, આગ બિલ્ડિંગમાં એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ત્યાંથી બહાર આવવું લોકો માટે મુશ્કેલ થઈ ગયું. એવામાં એક મહિલા જીવ બચાવવા માટે બીજા માળથી કૂદી પડી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, કોંગ્રેસના આ નેતાઓએ આર્ટિકલ 370 મુદ્દે સરકારનું સમર્થન કર્યુ

પાંચ લોકો ગંભીર હાલતમાં

હોલી ફેમિલી હોસ્પિટલની ચીફ મેડિકલ ઓફિસર ડો. માલાએ જણાવ્યું કે બિલ્ડિંગમાં આગ લાગવાથી દાઝી ગયેલા પાંચ લોકોની સ્થિતિ ગંભીર છે અને તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ કેટલાક પીડિએટ્રિક આઈસીયૂમાં ભરતી છે.

આ પણ વાંચો, એર એમ્બ્યુલન્સમાં દિલ્હી પહોંચી ઉન્નાવ રેપ પીડિતા, AIIMSમાં દાખલ
First published: August 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading