નવી દિલ્હી. દિલ્હીના ચાંદની ચોક(Chandni Chowk) સ્થિત લાજપત રાય માર્કેટ (Lajpat Rai Market)માં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, આ આગમાં કોઈને જાનહાનિ થઈ નથી. આગની દુર્ઘટના બાદ ફાયર વિભાગની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે હાજર છે.
અધિકારીએ જણાવ્યું કે, આગ લાગવાની સૂચના સવારે 4 વાગ્યે 45 મિનિટે મળી હતી. આગની ચપેટમાં આવવાથી 60 દુકાનો ખાખ થઈ ગઈ છે. તો, આ સમયે ફાયર વિભાગની ટીમ ઉપરાંત દિલ્હી પોલિસ અને એમસીડીના અધિકારી પણ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, આગને કાબૂમાં લેવામાં આવી છે. આ અકસ્માતમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. જણાવી દઈએ કે દિલ્હીના ચાંદની ચોક સ્થિત લાજપત રાય માર્કેટને દેશનું સૌથી મોટું ઈલેક્ટ્રોનિક સામાનનું માર્કેટ માનવામાં આવે છે.
દિલ્હી ફાયર સવિસના અસિસ્ટન્ટ ડિવિઝનલ અધિકારી રાજેશ શુક્લાએ જણાવ્યું કે કુલ 105 દુકાનોમાં આગ લાગી છે. લોકો કહી રહ્યા છે કે ઇલેકટ્રીકલ ફોલ્ટને લીધે આગની ઘટના બની. આમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ બુઝાઈ ગઈ છે, કૂલિંગ ચાલુ છે.
Delhi: Visuals from Lajpat Rai Market in Chandni Chowk where a fire broke out early morning today pic.twitter.com/faNkAbjpWc
આ પહેલા રાજધાની દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં જૂતા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ (Delhi Fire)ની ઘટના બની હતી. આ આગ પર ફાયર બ્રિગેડની 20 ગાડીઓએ કાબૂ મેળવ્યો હતો. એટલું જ નહીં, આગના કારણે આસપાસના વિસ્તારનું આખું આકાશ ધુમાડાના ગોટેગોટાથી કાળું થઈ ગયું હતું.
તો થોડા દિવસ પહેલા રાજધાની દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી જૂતાની ફેક્ટરીમાં પણ ભયંકર આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગની માહિતી બપોરે 2.27 વાગ્યે મળી હતી. ફાયર વિભાગે આગ ઓલવવા માટે 30 ગાડીઓને ઘટનાસ્થળે મોકલી હતી. આ આગના કારણે લાખોનો માલસામાન બળીને રાખ થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર