Home /News /national-international /Vijay Nair: CBIએ ઝડપેલો વિજય નાયર કોણ છે? તેના પર શું આરોપ છે? જાણો તમામ માહિતી

Vijay Nair: CBIએ ઝડપેલો વિજય નાયર કોણ છે? તેના પર શું આરોપ છે? જાણો તમામ માહિતી

વિજય નાયર - ફાઇલ તસવીર

Vijay Nair: સીબીઆઈએ દિલ્હીમાં આબકારી નીતિના કથિત કૌભાંડ મામલે મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા અને કારોબારી વિજય નાયરની ધરપકડ કરી છે. આ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આરોપી છે.

  નવી દિલ્હીઃ દિલ્હીમાં આબકારી નીતિના કથિત કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી ઇવેન્ટ કંપની ‘ઓનલી મચ લાઉડર’ના પૂર્વ સીઈઓ વિજય નાયરને સીબીઆઈ એટલે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ ધરપકડ કરી છે. વિજય નાયર છેલ્લા આઠ વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને શરૂઆતમાં તેઓ પાર્ટ ટાઇમ વોલન્ટિયર હતા, પરંતુ હવે તેઓ આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રભારી છે. એવું કહેવાય છે કે, ઇવેન્ટ કંપનીથી આમ આદમી પાર્ટીના બેકરૂમ સુધી વિજય નાયરનું કદ ખૂબ ઝડપથી વધ્યું હતું. તેઓ અભિયાનથી લઈને નીતિના નિર્માણ સુધી પાર્ટીમાં સલાહ આપતા હોય છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે, વિજય નાયરનું આમ આદમી પાર્ટીમાં કેટલું મોટું કદ હશે.

  દિલ્હીની શરાબ નીતિ મામલે 15 નામજાહેર આરોપીઓની ધરપકડ મામલે વિજય નાયર પહેલા આરોપી છે. આ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આરોપી છે અને તેઓ આરોપી નંબર 1 છે. મનોરંજન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓનલી મચ લાઉડરના પૂર્વ સીઈઓ રહેલા વિજય નાયરે 2017માં આ પદેથી રાજીનામું આપ્યું હતું. કારણ કે એક વર્ષ પહેલાં તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો.

  આ પણ વાંચોઃ આપ સરકારની મુશ્કેલીઓ વધી! દિલ્હી, યુપી સહિત 30 જગ્યાએ દરોડા

  પહેલાં વિજય નાયરની ભૂમિકા શું હતી?


  આમ આદમી પાર્ટી સાથે વર્ષ 2014-15થી જોડાયેલા છે. વર્ષ 2014 અને 2018-19 વચ્ચે તેમની ભૂમિકા મોટેભાગે સોશિયલ મીડિયામાં રણનીતિ બનાવવાની, પાર્ટીની ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવાની અને ફંડરાઇઝિંગ સુધી સીમિત હતી. એટલે કે આમ આદમી પાર્ટી માટે ફંડ ભેગું કરવા માટે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની જવાબદારી તેમની હતી. જો કે, 2019 સુધીમાં તો ઘણું બધું બદલાઈ ગયું અને હવે તેઓ માત્ર સોશિયલ મીડિયા પર રણનીતિ બનાવવા નહીં પરંતુ રાજનૈતિક, અભિયાન અને ચૂંટણી ઢંઢેરો અને નીતિ-નિર્માણમાં પણ પાર્ટીને સલાહ આપવા લાગ્યા હતા.

  ...અને પછી કદ વધતું ગયું


  ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, પાર્ટીના એક નેતાએ કહ્યુ હતુ કે વિજય નાયરે હંમેશા પડદા પાછળ રહેવાનું પસંદ કર્યું છે. અમારા કેટલાક સ્માર્ટ સોશિયલ મીડિયા કેમ્પેઇન સહિત પોસ્ટ પાછળ તેમનું દિમાગ હતું. પછી 2019માં તેમની ભૂમિકા બદલાવવા લાગી. તેઓ સોશિયલ મીડિયામાં આગળ નીકળી ગયા અને પાર્ટી ન માત્ર સંચાર સાથે સાથે પ્રચાર, ચૂંટણી ઢંઢેરો અને નીતિગત મામલામાં પણ સલાહ આપવાનું શરૂ કરી દીધું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, 2020ની દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત પછી પાર્ટીમાં તેમનું કદ મોટું થઈ ગયું હતું. અત્યારે તે પાર્ટીના મુખ્ય નેતામાંથી એક છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ કે, તેઓ રાજનૈતિક મામલામાં સમિતિ કે દિલ્હી સરકારના કાર્યાલયના સદસ્ય બનવા માગતા નહોતા.

  આ પણ વાંચોઃ RSSના નેતા શ્રીનિવાસનની હત્યાના કેસમાં PFI નેતાની ધરપકડ

  વિજય નાયર 6 કંપનીઓના ડાયરેક્ટર રહી ચૂક્યા છે


  ઓએમએલ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, વેસ્ટલેન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓનલી મચ લાઉડર ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, મદર્સવિયર એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, બેબલફિશ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓએમએલ ડિજિટલ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ વગેરે. વિજય નાયર આ છ કંપનીઓના સીઈઓના રૂપમાં કામ કરતા હતા. તેમાંથી બે કંપનીઓ હજુ પણ સક્રિય છે અને 2018ના મધ્યમાં તેમણે ડિરેક્ટર પદ છોડી દીધું હતું. ઓનલી મચ લાઉડર સાથે વિજય નાયરે કેટલાંક મોટા ટિકિટવાળી લાઇવ સંગીત શો, કોમેડી શો પણ આયોજિત કરાવ્યા હતા.


  કેમ વિજય નાયરની ધરપકડ થઈ?


  છેલ્લા કેટલાય સમયથી વિજય નાયર વિદેશમાં રહેતા હતા. ત્યારે મંગળવારે સીબીઆઈએ તેમને કાર્યાલયમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. નાયરને રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના બારના લાયસન્સના કૌભાંડમાં કથિત રીતે અનિયમિતતાઓના સંબંધે ‘જૂથવાદ’ અને ‘ષડયંત્ર’માં સામેલ થવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. પ્રાથમિક આરોપ લગાવ્યો હતો કે, સિસોદિયાના સહાયક અર્જુન પાંડેએ વિજય નાયર તરફથી શરાબ કારોબારી સમીર મહેન્દ્રુથી અંદાડે બેથી ચાર કરોડ રૂપિયા કેશમાં લીધા હતા.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Aaam Aadmi Party, AAP news, Delhi News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन