AAPના વૉરરૂમની તસવીર આવી સામે, કેજરીવાલને 'રણભૂમિ'નો હાલ જણાવતાં 'સંજય'

News18 Gujarati
Updated: February 11, 2020, 2:23 PM IST
AAPના વૉરરૂમની તસવીર આવી સામે, કેજરીવાલને 'રણભૂમિ'નો હાલ જણાવતાં 'સંજય'
AAP War Room: સંજય સિંહ અરવિંદ કેજરીવાલને જણાવી રહ્યા છે કે પાર્ટી ફરી સરકાર બનાવશે

AAP War Room: સંજય સિંહ અરવિંદ કેજરીવાલને જણાવી રહ્યા છે કે પાર્ટી ફરી સરકાર બનાવશે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Election 2020) માટે શનિવારે થયેલા મતદાન બાદ આજે એટલે કે મંગળવારે તમામ 70 સીટોના પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. અત્યાર સુધીના વલણો અને પરિણામો મુજબ આમ આદમી પાર્ટી ફરીથી દિલ્હીની જંગ જીતતી હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના વૉરરૂમ (AAP War Room)ની પહેલી તસવીર સામે આવી છે.

આ તસવીરમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (Sanjay Singh) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને 'રણભૂમિ'નો હાલ દર્શાવતા જોવા મળી રહ્યા છે. સંજય સિંહ અરવિંદ કેજરીવાલને જણાવી રહ્યા છે કે પાર્ટી ફરી સરકાર બનાવશે.

તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મતગણતરીના અત્યાર સુધીના વલણોથી જીતને લઈ પૂરી રીતે આશ્વસ્ત છે. જોકે, સમગ્ર તસવીરમાં માત્ર રાજ્ય સરકારમાં મંત્રી ગોપાલ રાય (Gopal Rai)ના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. કદાચ અરવિંદ કેજરીવાલ અને બાકી નેતા ઉજવણી માટે અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે.



અત્યાર સુધીના વલણો મુજબ આમ આદમી પાર્ટી 70 સભ્યોવાળી વિધાનસભા (Delhi Legislative Assembly)માં 56 સીટ પર આગળ ચાલી રહી છે. બીજી તરફ, બીજેપી (BJP) ગયા વખતની ચૂંટણીની 3 જીતથી લાંબી છલાંગ લગાવીને 14 સીટ પર આગળ છે. વિશેષમાં કૉંગ્રેસ (Congress) ફરી એકવાર ખાતું ખોલાવવામાં નિષ્ફળ જોવા મળી રહી છે.

આ પણ વાંચો,

2632 દિવસ જૂની આમ આદમી પાર્ટીએ કેવી રીતે લગાવી જીતની હેટ્રિક?
દિલ્હીમાં પરિણામો પહેલા જ BJPએ સ્વીકારી હાર? જાણો આ વાયરલ પોસ્ટરનું સત્ય
First published: February 11, 2020, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading