મનીષ સિસોદિયાએ હેલ્મેટ વગર ચલાવી બાઇક, ટ્રાફિક પોલીસ કરી શકે છે કાર્યવાહી

News18 Gujarati
Updated: January 26, 2020, 9:28 PM IST
મનીષ સિસોદિયાએ હેલ્મેટ વગર ચલાવી બાઇક, ટ્રાફિક પોલીસ કરી શકે છે કાર્યવાહી
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા હેલ્મેટ વગર બાઇક ચલાવતા જોવા મળે છે

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી એક તસવીર દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મુશ્કેલીમાં મુકી શકે છે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election)માં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેવા સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી એક તસવીર દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia)ને મુશ્કેલીમાં મુકી શકે છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ડિપ્ટી સીએમ અને આમ આદમી પાર્ટીના (AAP) નેતા મનીષ સિસોદિયા હેલ્મેટ વગર બાઇક ચલાવતા જોવા મળે છે. જેને લઈને દિલ્હી પોલીસને ટ્વિટ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

કે શ્રીધર (@ksriidhar)નામના એક વ્યક્તિ મનીષ સિસોદિયાની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે. જેમાં તે હેલ્મેટ વગર બાઇક ચલાવતા જોવા મળે છે. આ ટ્વિટમાં શ્રીધરે મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટી અને દિલ્હી ટ્રાફિક પોલીને ટેગ કરતા કહ્યું છે કે આ પટપડગંજનું દ્રશ્ય છે.

આ પણ વાંચો - બજેટમાં ખાતરને લઈને મોટી જાહેરાત કરી શકે છે સરકાર, ખેડૂતોને થશે ફાયદોટ્રાફિક પોલીસે ટ્વિટનો જવાબ આપતા શ્રીધરને સમય અને તારીખ બતાવવા કહ્યું હતું. ટ્રાફિક પોલીસને જવાબ આપતા બીજા એક અન્ય યૂઝરે આમ આદમી પાર્ટીના ટ્વિટને પોસ્ટ કર્યું હતું.પટપડગંજ વિધાનસભા ક્ષેત્રથી આમ આદમી પાર્ટીએ આ વખતે પણ મનીષ સિસોદિયાને ટિકિટ આપી છે. બીજેપીએ રવીન્દ્રસિંહ નેગી અને કોંગ્રેસે લક્ષ્મણ સિંહ રાવતને ટિકિટ આપી છે. અહીંથી મનીષ સિસોદિયા ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તે બે વખત અહીં ચૂંટણી જીતી ચૂક્યા છે.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर