AAP V/S LG: સુપ્રીમ કોર્ટનો આદેશ નથી માની રહ્યા અધિકારીઓ: સિસોદીયા

News18 Gujarati
Updated: July 5, 2018, 2:09 PM IST
AAP V/S LG: સુપ્રીમ કોર્ટનો આદેશ નથી માની રહ્યા અધિકારીઓ: સિસોદીયા
ફાઇલ તસવીર

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદશે હોવા છતાં પણ અધિકારીઓ આદેશ નથી માની રહ્યા.

  • Share this:
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદશે હોવા છતાં પણ અધિકારીઓ આદેશ નથી માની રહ્યા. આવું કરીને અધિકારીઓ કોર્ટને અવગણી રહ્યા છે. પાર્ટી આના પર કાયદાકિય કાર્યવાહી કરવાના વિકલ્પ ઉપર વિચારી રહી છે. સિસોદિયાએ કહ્યું કે, તેમણે અધિકારીઓ અને કેન્દ્રને અપીલ કરી છે કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરે.

સિસોદિયાએ કહ્યું કે, ચીફ સેક્રેટરીએ લેખિતમાં આપી દીધું છે કે, તેઓ આદેશ નહીં માને. તેમણે કહ્યું કે, જો અધિકારીઓ આનું પાલન નહીં કરે તો ટ્રાન્સફર ફાઇલ હજી પણ ઉપ રાજ્યપાલ દ્વારા જોવામાં આવે છે. જે કોર્ટના આદેશની અવગણના છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે નિર્ણય બાદ ડે. મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે અધિકારીઓની બદલી માટે નવી એક પ્રક્રિયા શરૂ કરી. જેની મંજૂરી આપવાનો અધિકાર મુખ્યમંત્રી કેજરીવાલને આપવામાં આવ્યો છે. જોકે, દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ આનો વિરોધ કરી રહ્યા છે.

ગુરુવારે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં સિસોદિયાએ કહ્યું કે, અમે અમારા વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે આ પરિસ્થિતિમાં શું કરી શકાય. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે, એલજીને માત્ર ત્રણ વિષયોમાં જ હસ્તક્ષેપ કરવાની શક્તિ છે જેમાં સેવા વિભાગનો સમાવેશ થતો નથી. એલજી મહોદય પાસે જમીન, પોલીસ અને લો એન્ડ ઓર્ડસ જેવા વિષયોની ફાઇલ જશે. આ ઉપરાંત બધી ફાઇલ ઉપર એલજી સાહેબ સાઇન કરે તો તે સુપ્રીમ કોર્ટની અવગણના ગણાય.
First published: July 5, 2018, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading